Tue Oct 06 2026

Logo

સુરતમાં 22 વર્ષની નિધી પટેલની ઘરમાંથી મળી લાશ, માતા-પિતા અંબાજી દર્શને ગયેલાં ને રાત્રે.............

2026-08-25 10:37:00
Author: Mayur Patel
સુરતમાં 22 વર્ષની નિધી પટેલની ઘરમાંથી મળી લાશ, માતા-પિતા અંબાજી દર્શને ગયેલાં ને રાત્રે.............

સુરતઃ 22 વર્ષની નિધી પટેલની ઘરમાંથી લાશ મળતાં હડકંપ મચી ગયો હતો. માતા-પિતા અંબાજી દર્શને ગયેલાં ને રાત્રે નિધી પટેલ  એકલી હતી. ગુનેગારોએ 22 વર્ષીય નિધીના મોઢા પર કાળી પટ્ટી ચોંટાડી દીધી હતી. ત્યારબાદ તેના ગળાના ભાગે દોરી બાંધીને અત્યંત નિર્મમ રીતે તેની હત્યા નીપજાવીને ઘરમાંથી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

કેવી રીતે પડી ખબર

સુરતના માંડવી તાલુકાના ગોડાવાડી ગામમાં રહેતા નિધીના માતા-પિતા અંબાજી દર્શન કરીને સોમવારે વહેલી સવારે 3.30થી 4.00 વાગે પરત આવ્યા ત્યારે તેમની દીકરી મૃત હાલતમાં મળી આવી હતી.  બનાવ સમયે નિધી પટેલ ઘરમાં એકલી જ હતી. ઘરમાંથી 2.52 લાખથી વધુની કિંમતના સોના-ચાંદી અને રોકડ રકમની લૂંટ થયાનું પણ સામે આવ્યું હતું.

નિધી પટેલના માતા-પિતાના જણાવ્યા મુજબ, તેમણે રવિવારે રાત્રે 9.30ની આસપાસ દીકરી સાથે વાત કરી હતી. લૂંટારાઓએ ઘરમાં ઘૂસી કાળી પટ્ટીથી નિધીના હાથ બાંધી માથા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી ચાર્જિંગ કેબલના વાયરથી  ગળું દબાવી હત્યા કરી દીધી હતી.જે બાદ લાશને ધાબા પર સંતાડી લાખો રૂપિયાની મત્તા લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

પોલીસે શું કહ્યું

પોલીસે જણાવ્યું કે, યુવતીના માતા-પિતા ગઇકાલે રાત્રે સાડા ત્રણ વાગ્યે પરત આવ્યા હતા. ત્યારે ઘરમાં એમની દીકરી જોવા ન મળતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન દીકરી મૃત હાલતમાં મળી હતી. જે બાદ તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસની વિવિધ ટીમોએ આવીને તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળે તપાસ દરમિયાન ઘરમાંથી યુવતીનો મૃતદેહ જે અવસ્થામાં મળી આવ્યો તે જોઈને લૂંટારૂઓએ તેની સાથે અત્યંત ક્રૂર વર્તન કર્યું હોય તેમ લાગી રહ્યુ છે. યુવતીનું મોત કેવી રીતે થયું છે તેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.