આપણામાંથી ઘણા લોકોને ઘણી વખત એવો અનુભવ થયો હશે કે મોબાઈલમાં ફોનમાં નેટવર્ક ના હોય તો પણ ઈર્મજન્સી કોલ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે અને કોઈ પણ પ્રકારના નેટવર્ક વગર તમે આ કોલ કરી શકો છો. આ ઈર્મજન્સી કોલમાં તમે પોલીસ, એમ્બ્યુલન્સ વગેરેને મદદ માટે કોલ કનેક્ટ કરી શકો છો. પરંતુ ક્યારેય એવો સવાલ થયો છે ખરો કે ફોનમાં નેટવર્ક ના હોય તો પણ કઈ રીતે આ કોલ કનેક્ટ કરી શકાય છે, જો આ રીતે કોલ કનેક્ટ થાય છે તો બાકીના નંબર પર કેમ કોલ નથી કરી શકાતો? તમારા આ બધા જ સવાલોના જવાબ લઈને અમે આવ્યા છીએ.
જ્યારે તમારા ફોનમાં કોઈ નેટવર્ક ન હોય તો તેનો અર્થ એવો થાય છે કે તમારો ફોન ઑપરેટરના નેટવર્ક સાથે કનેક્ટ થવા માટે સક્ષમ નથી. આવી પરિસ્થિતિમાં ઈર્મજન્સી કોલ બીજી રીતે જોડાયેલો છે અને વાત જાણ એમ છે કે તમારો ફોન તેના ઓપરેટરના નેટવર્કથી કનેક્ટ થવામાં ભલે અસમર્થ હોય છે, પણ ત્યારે તે પોતાની જાતે જ આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ કોઈપણ અન્ય મોબાઇલ નેટવર્ક સાથે જોડાઈને કૉલને કનેક્ટ કરવાનો પ્રયાસ કરે છે. આ પરિસ્થિતિમાં ઈમરજન્સી કોલ કોઈપણ નેટવર્ક દ્વારા કનેક્ટ કરી શકાય છે.
જ્યારે પણ તમે ઇમરજન્સી કૉલ કરો છો, ત્યારે પ્રાથમિકતા એ છે કે તેને કોઈપણ નેટવર્કનો ઉપયોગ કરીને કનેક્ટ કરી શકાય છે. આ સ્થિતિમાં કોઈ ચોક્કસ નેટવર્કથી કનેક્ટ થવું જરૂરી નથી અને તેના કારણે દરેક પરિસ્થિતિમાં ઈમરજન્સી કોલ કરવામાં આવે છે.
હવે વાત કરીએ કે આખરે આપણે જ્યારે કોલ કરીએ છીએ ત્યારે કઈ રીતે કોલ કનેક્ટ થાય છે એની. જ્યારે પણ તમે કોઈને કોલ કરો છો ત્યારે પહેલા ફોન દ્વારા મેસેજ નજીકના નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર ટાવર પર જાય છે અને પછી ત્યાંથી મેસેજ ટાવર પર પહોંચે છે જ્યાં તમે કોલ કરવા માંગો છો અને કોલ ફોન સાથે કનેક્ટ થઈ જાય છે. આ કામ થોડીક સેકન્ડમાં થઈ જાય છે અને તમે થોડીક સેકન્ડમાં કોઈની સાથે વાત કરી શકો છો.
તો હવે ખ્યાલ આવી ગયો ને કે આખરે ઈર્મજન્સીમાં કઈ રીતે નેટવર્ક વગર પણ કોલ થઈ શકે છે? આ માહિતી અન્ય સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરશો…