Tue Jun 09 2026

Logo

નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરી બન્યા ગાયક, સ્ટેજ પર ક્યું ગીત ગાયા?

2026-06-08 18:05:34
Author: mumbai samachar team
Article Image

PTI


નાગપુરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી નાગપુરમાં એક કાર્યક્રમમાં રાજકારણીમાંથી ગાયક બની ગયા હતા. કાર્યક્રમ દરમ્યાન બંને નેતાઓએ લોકપ્રિય ગીતો ગાયા હતા, જેને પ્રેક્ષકોએ જોરદાર તાળીઓથી વધાવી લીધા હતા.

રવિવારે અહીં ખાસદાર ક્રિડા મહોત્સવના સમાપન સમારોહ દરમિયાન ગાયક સન્મુખપ્રિયાએ ફડણવીસને ક્લાસિક "ગુલાબી આંખે જો તેરી દેખી"ની કેટલીક પંક્તિઓ ગાવા આમંત્રણ આપ્યું હતું. મુખ્ય પ્રધાને આગ્રહને માન આપીને ગાયું, જ્યારે ગડકરીએ "જિંદગી કૈસી હૈ પહેલી" ગાયું હતું.

તેમને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. યુવા બાબતો અને રમતગમત રાજ્યપ્રધાન રક્ષા ખડસે, નાગપુરના પાલકપ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને મેયર નીતા ઠાકરે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.ખાસદાર રમત મહોત્સવની આઠમી આવૃત્તિમાં 23,800 ખેલાડીઓએ શહેરના 20 સ્થળોએ યોજાયેલી 18 વિવિધ રમતોની  5,450 મેચોમાં ભાગ લીધો હતો. 
(પીટીઆઈ)