Thu Oct 01 2026

Logo

‘Toxic’ની નિષ્ફળતાથી યશ દુઃખી? ફોન પર કહી દીધી આ મોટી વાત!

2026-09-09 16:46:32
Author: Mumbai Samachar Team
‘Toxic’ની નિષ્ફળતાથી યશ દુઃખી? ફોન પર કહી દીધી આ મોટી વાત!

મુંબઈઃ જે ફિલ્મની રિલીઝ ડેટને ત્રણ-ત્રણ વાર બદલવામાં આવી અને મેકર્સને એવી આશા હતી કે, ફિલ્મને કોઈ અન્ય ફિલ્મની ટક્કર ન થવી જોઈએ તો પણ ફિલ્મ 'ટોક્સિક'ને લઈને આ ગણતરી મેકર્સની ખોટી પડી ગઈ. સામાન્ય કહી શકાય એવા બજેટમાં તૈયાર થયેલી 'હનુમાન અંશે' ક્માણી મામલે 'ટોક્સિક'ને આર્થિક મામલે બરોબરની ગદા મારી દીધી છે. ફિલ્મને જેટલી હાઈપ આપવામાં આવી હતી એટલી ફિલ્મ ચાલી નહીં. બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગયેલી ફિલ્મને લઈ હવે સાઉથના સુપરસ્ટાર યશની પ્રતિક્રિયા આવી છે. 

ખરાબ રીતે પીટાઈ ગઈ ફિલ્મ

આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ન હતી એ સમયે ફિલ્મની જોરશોરથી ચર્ચા હતી. ફિલ્મ મેકર ગીતુ મોહનદાસે 101.01 કરોડની દમદાર ઓપનિંગ મળ્યા બાદ બીજા જ દિવસે પાણીમાં બેસી ગઈ હતી. આ ઉપરાંત ફિલ્મના નેગેટિવ રીવ્યૂના કારણે પણ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ હવે ડબિંગ સુપરવાઈઝર જયદેવ મોહને જણાવ્યું હતું કે, ફિલ્મ ફ્લોપ થતા યશે પોતે પ્રતિક્રિયા આપી છે.

યશે આપેલા રીએક્શનને લઈ જયદેવે જણાવ્યું હતું કે, 'ટોક્સિક'ની અસફળતા અંગે વાત કરતા દાવો કર્યો હતો ફિલ્મ રિલીઝ થયા બાદ3 લાખથી વધારે પાયરસી લિંક દૂર કરવામાં આવી છે. આ ફિલ્મ માટે યશે પોતાની લાઈફના ચાર વર્ષ આપ્યા છે. રિલીઝ બાદ હું એમને મળ્યો નથી. પણ ફોન પર બેવાર વાત થઈ છે. તમે બીજી તો શું આશા વ્યક્ત કરી શકો? હું તો ફિલ્મનો એક નાનકડો ભાગ છું. રિલીઝના દિવસે રીવ્યૂ અને રીએક્શન જોઈને ઈમોશનલ થઈ ગયો હતો. 

એને હરાવવો શક્ય નથી

જયદેવે કહ્યું કે, મને એનો ફોન આવ્યો હતો. એમાં તેણે એટલું કહ્યું કે, વધુ પડતી ચિંતા ન કરો, આને દર્શકો પર છોડી દો. આ એમની ઈચ્છા છે. આ એમની મરજી છે. આગળ પર કામ કરવાનું છે. ફિલ્મ ફ્લૉપ થાય ત્યારે જે દુઃખ થાય એ હું મહેસુસ કરી શકું છું. સ્ટારડમને ઓછા થવાને લઈને જયદેવે ઉમેર્યું કે, ડિફેન્સ મેકેનિઝમ એની પાસે તૈયાર હોય છે. એને આવી ફ્લૉપ ફિલ્મના મારથી હરાવવો શક્ય નથી. આ ફિલ્મ ગીતુ મોહનદાસે લખી છે અને બનાવી છે. સ્ટોરી, સ્ક્રિનપ્લે અને ડાયલોગ્સ યશે લખ્યા હતા. મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન અંતર્ગત ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી છે.

જેમાં કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરૈશી, તારા સુતરિયા અને રુકમણી વસંતે લીડ રોલ પ્લે કર્યો છે. 'ટોક્સિક' ફિલ્મ ₹500 કરોડના જંગી બજેટમાં બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન, ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, 26 ઓગસ્ટના રોજ રિલીઝ થયા પછી, ફિલ્મે 14 દિવસમાં ભારતમાં ₹247.25 કરોડ (નેટ) અને વિશ્વભરમાં ₹338.50 કરોડની કમાણી કરી છે. કન્નડ અને અંગ્રેજી બંને ભાષામાં શૂટ કરાયેલી આ ફિલ્મ શરૂઆતમાં બધી દક્ષિણ ભારતીય ભાષાઓ અને હિન્દીમાં રિલીઝ થઈ હતી. તેનું અંગ્રેજી વર્ઝન 4 સપ્ટેમ્બરના રોજ પસંદગીના થિયેટરોમાં રિલીઝ થયું હતું.