Fri Jul 24 2026

Logo

AAPમાંથી ભાજપમાં જોડાયેલા કયા ધારાસભ્ય અને ખેડૂત આગેવાન પણ હાર્યા

2026-04-28 11:45:00
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. જેમાં કેટલાક ચોંકાવનારા પરિણામો પણ આવ્યા છે. ધારાસભ્ય  ભૂપત ભાયાણીની કારમી હાર થઈ હતી.

ભુપત ભાયાણી ક્યાંથી હાર્યા

જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠકથી  ભાજપે ભુપત ભાયાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભુપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. જો કે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમા પ્રદેશ ભાજપે ભુપત ભાયાણીને નજરઅંદાજ કર્યા હતા. ભુપત ભાયાણીને જિલ્લા પંચાયતની ભેસાણ બેઠકથી ચૂંટણી લડવા ટિકિટ આપવામાં આવી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં તેમનો 1700 મતથી પરાજય થયો હતો.