કોલકાત્તા: ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડીઝે (West Indies) આ ટૂર્નામેન્ટથી ટી-20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર ઈટલી સામે જીતવા માટે આજે થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો.
શાઈ હોપની કેપ્ટન્સીમાં કૅરિબિયન ટીમે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં છ વિકેટે 165 રન કર્યા હતા. ઈટલી (Italy)ની ટીમ 18 ઓવરમાં બનેલા 123 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
West Indies top Group C with a comprehensive win over Italy in Kolkata 🌴#WIvITA #T20WorldCup pic.twitter.com/OrlmOaPEQv
— Wisden (@WisdenCricket) February 19, 2026
એક તબક્કે ઇટલીનો સ્કોર છ વિકેટે 115 રન હતો અને એણે જીતવા માટે 24 બૉલમાં 50 રન કરવાના બાકી હતા. જો ત્યારે ધબડકો ન થયો હોત તો ઇટલીની ટીમે આ મૅચમાં અપસેટ સરજ્યો હોત.
115 રનના સ્કોર પર બેન મનેતી (26 રન, 21 બૉલ, એક સિક્સર, બે ફોર)ની વિકેટ સાથે ધબડકો શરૂ થઈ ગયો હતો. એ જ ટોટલ પર કુલ બે વિકેટ પડી હતી અને 123 રનના સ્કોર પર છેલ્લી બે વિકેટ પડતાં ઈટલીનો દાવ સમેટાઈ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝ વતી શમાર જોસેફે ચાર વિકેટ, મેથ્યૂ ફૉર્ડેએ ત્રણ અને ગુડાકેશ મૉટીએ બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, વેસ્ટ ઇન્ડીઝે છ વિકેટે જે 165 કર્યા એમાં કેપ્ટન શાઈ હોપ (75 રન, 46 બૉલ, ચાર સિક્સર, છ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. ઈટલીના બેન મનેતી અને ક્રિશન કાલુગામાગેએ બે-બે વિકેટ લીધી હતી.