કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં આજે અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂટણીમાં અત્ચારે માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આજે બીજા તબક્કાના મતદાનમાં 7 જિલ્લાની 142 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. 142 વિધાનસભા બેઠકો પરથી 1448 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે, આજે તેમનું ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે. પશ્ચિમ બંગળામાં બીજા ચરણના મતદાનમાં 3 કરોડ 22 લાખ લોકો મતદાન કરવાના છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
142 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં 142 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું આમાં કોલકાતા, ઔદ્યોગિક પટ્ટો અને દક્ષિણ બંગાળના ગીચ વસ્તીવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારમાં સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અર્ધલશ્કરી દળોની 2,343 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. વધુમાં, 300 થી વધુ નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. એટલે કે બંગાળમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
pic.twitter.com/3LxFj5clRW પશ્ચિમ બંગાળમાં વહેલી સવારથી મતદાન માટે લોકો લાઈનમાં થઈ ગયાં છે. માહોલ જોતા પહેલા તબક્કાના મતદાનનો રેકોર્ડ તૂટી શકે છે.#WestBengalLegislativeAssemblyelection2026 #WestBengal #Election
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) April 29, 2026
2021ની ચૂંટણીમાં ભાજપને માત્ર 8 બેઠકો જ મળી હતી
ગત ચૂંટણીની વાત કરવામાં આવે તો, આજે બીજા તબક્કામાં જે 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તેમાં 2021ની ચૂંટણીમાં ભાજપને માત્ર 8 બેઠકો જ મળી હતી. જ્યારે ટીએમસીએ 142 બેઠકોમાંથી 123 બેટકો કબ્જે કરી લીધી હતી. આ વખતે બંગાળના લોકો કોને સત્તા પર લાવે છે તે જોવાનું રહેશે. ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળના લોકો અત્યારે પરિવર્તન લાવી રહ્યાં છે. તો સામે ટીએમસી દ્વારા પણ સત્તામાં રહેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીજા તબક્કાના મતદાનની વાત કરવામાં આવે અહીંની ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યાં છે. આ વિસ્તાર મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે આર-પારની લડાઈ છે. બંને પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવ્યો છે. હવે પરિણામ કેવું આવે છે તેના પર સૌની નજર રહેવાની છે.