Mon Sep 07 2026

Logo

પશ્ચિમ બંગાળમાં 1 સપ્ટેમ્બરથી બંગાળી ભાષા ફરજિયાત, મુખ્યમંત્રીની જાહેરાત

2026-07-20 18:30:50
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળમાં 1 સપ્ટેમ્બરથી બંગાળી ભાષા ફરજિયાત, મુખ્યમંત્રીની જાહેરાત

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં હવે બંગાળી ભાષા ફરજિયાત બનશે. આ અંગે  મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બરથી રાજ્યના તમામ સરકારી વિભાગોમાં માતૃભાષા બંગાળીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે.

આ બદલાવથી હવે  જમીન સુધારણા વિભાગથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધીના તમામ સત્તાવાર કાર્યો હવે ફક્ત બંગાળીમાં જ કરવામાં આવશે.

શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતીથી અમલ

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સાથે પત્રવ્યવહાર અંગ્રેજી ને બદલે બંગાળી અને સત્તાવાર ભાષા હિન્દી માં કરી શકાય છે. સરકાર શ્યામા પ્રસાદ મુખર્જીની  125મી જન્મજયંતીથી આનો અમલ કરવામાં આવશે. 

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે, આગામી 1 સપ્ટેમ્બરથી આ રાજ્યમાં બંગાળી ભાષા ફરજિયાત બનાવવામાં આવી છે. અનુવાદકોની નિમણૂક સહિત તમામ સંબંધિત કાર્યો પૂર્ણ કરવામાં આવશે. હું બંગાળી અને હિન્દી પત્રવ્યવહાર  કરીશ. આ રાજ્યના તમામ સરકારી વિભાગોમાં માતૃભાષા લાગુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યવહાર બંગાળી અને હિન્દીમાં કરાશે 

સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે  અમે કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યો સાથેના તમામ સત્તાવાર પત્રવ્યવહાર માટે બંગાળી ભાષાનો ઉપયોગ કરીશું. મુખ્યમંત્રીએ વધુમાં ઉલ્લેખ કર્યો કે કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યવહાર બંગાળી અને હિન્દી બંનેમાં કરવામાં આવશે.