નવી દિલ્હી: દિલ્હીમાં સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થઈ તેમાં મૃતકોની સંખ્યાં વધી ગઈ છે. પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હતા. જેમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે 11 લોકોનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે. જે લોકો હજી અંદર ફસાયેલા છે તેમની શોધખોળ અત્યારે ચાલી રહી છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, ધરાશાયી થયેલી ઇમારત P-14, સત્ય નિકેતન તરીકે ઓળખાઈ છે. તે એક પુનર્વસન વસાહતનો ભાગ છે અને લગભગ 55 ચોરસ યાર્ડનો વિસ્તાર આવરી લે છે. આ ઇમારતમાં ભોંયરું, ગ્રાઉન્ડ ફ્લોર અને ચોથા સ્તર સુધી વિસ્તરેલા ઉપરના માળનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ઇમારત 1990 ના દાયકામાં બનાવવામાં આવી હતી. MCDના જણાવ્યાં પ્રમાણે આ મિલકતના બુકિંગ અથવા સીલ કરવા અંગે કોઈ રેકોર્ડ નથી.
દિલ્હીમાં સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થઈ તેનો સીસીટીવી વીડિયો પણ વાયરલ થયો#Delhi #Update #buildingcollapse pic.twitter.com/gcbDbvCbsq
— Vimal Prajapati GJ (@mgvimal_12) September 7, 2026
આ ઘટના અંગે ગઈકાલે સાંજે દિલ્હીના મેયર પ્રવેશ વાહી દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. મેયરે કહ્યું કે, ‘સત્ય નિકેતન ઇમારત ધરાશાયી થવા માટે જવાબદાર લોકોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ચાર માળથી વધુના તમામ ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક સીલ કરવામાં આવશે, અને દોષિત અધિકારીઓને તાત્કાલિક બરતરફી સહિત કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ આદેશો તાત્કાલિક અમલમાં આવશે’.
Deeply concerned by the building collapse incident at Satya Niketan, RK Puram.
— Rekha Gupta (@gupta_rekha) September 6, 2026
Teams from DDMA, NDRF, Delhi Fire Services, Delhi Police, MCD, CATS and Civil Defence are carrying out rescue operations on a war footing. The adjacent building has been vacated as a precautionary…
દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વધુમાં, ઇમારતના માલિક સામે એફઆઈઆર નોંધવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ જણાવ્યું કે, આ ગંભીર ઘટના માટે જવાબદાર કોઈપણ વ્યક્તિ માટે સંપૂર્ણ જવાબદારી નક્કી કરવામાં આવશે, અને કાયદા હેઠળ શક્ય તેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે.