હૈદરાબાદના કમિન્સ પછી મલિન્ગા અનેે સાકિબની પણ ખબર લઈ નાખી
ન્યૂ ચંડીગઢઃ રાજસ્થાન રૉયલ્સના ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશીએ આઇપીએલના લેજન્ડ ક્રિસ ગેઇલનો એક સીઝનમાં 59 સિક્સર ફટકારવાનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. અહીં આઇપીએલ-2026ની એલિમિનેટરમાં પાંચમી ઓવર દરમ્યાન અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં વૈભવે આઠ સિક્સર તથા બે ફોરની મદદથી 18 બૉલમાં 59 રન બનાવ્યા હતા.
વૈભવ (Vaibhav) આ મૅચ પહેલાં 53 સિક્સર સાથે મેદાન પર ઊતર્યો હતો. તેણે ગેઇલના વિક્રમ (Record)ની બરાબરી કરવા છ સિક્સર અને રેકૉર્ડ તોડવા સાત સિક્સર ફટકારવાની હતી અને એમાં તેણે બહુ જલદીથી સફળતા મેળવી લીધી હતી. હૈદરાબાદના બિગ-હિટર્સની હાજરીમાં વૈભવ સુપર-હિટર સાબિત થયો છે.

હૈદરાબાદે આઇપીએલ-2026ના એલિમિનેટરમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ તો લીધી, પણ જેનો ડર હશે એ જ થઈ રહ્યું છે, કારણકે રાજસ્થાનનો ટીનેજ ઓપનર વૈભવ હૈદરાબાદના બોલર્સની ખબર લઈ રહ્યો છે. 15.00ની સરેરાશે ફટકાબાજી કરતા વૈભવે એક તબક્કે 10 બૉલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
વૈભવે હૈદરાબાદના ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સની, એશાન મલિન્ગાની અને પછી સાકિબ હુસૈનની ખબર લઈ નાખી હતી. છઠ્ઠી ઓવરમાં રાજસ્થાનનો સ્કોર વિના વિકેટે 78 રન હતો.