Sun Aug 30 2026

Logo

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર મોટી દુર્ઘટના: છતનું સ્ટ્રક્ચર પડતા એકનું મોત

2026-04-10 14:54:00
Author: Mayur Patel
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર મોટી દુર્ઘટના: છતનું સ્ટ્રક્ચર પડતા એકનું મોત

વડોદરાઃ શહેરના વ્યસ્ત ગણાતા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટેન્ડના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે. અચાનક થયેલા આ અકસ્માતને કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને બસ સ્ટેશન ખાલી કરાવવાની ફરજ પડી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડનો ખાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કામગીરી શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. દુર્ઘટનાના કારણે બસ વ્યવહાર ખોરવાયો છે.

મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને બસોને બાદ સ્ટેશન બહારથી જ અન્ય રૂટ પર મોકલવામાં આવી રહી છે.