Thu Jun 18 2026

Logo

‘યુ.એસ.એ ભારતના મહેમાન જહાજને તોડી પાડ્યું, બદલો લેવામાં આવશે’ ઈરાનના વિદેશ પ્રધાનની ચેતવણી

Tehran   2026-03-05 15:56:00
Author: Savan Zalariya
Article Image

તેહરાન: મંગળવારે રાત્રે યુએસની સબમરીને ટોર્પીડો વડે હુમલો કરીને શ્રી લંકા પાસે ઇન્ટરનેશનલ વોટરમાં ઈરાનના એક યુદ્ધ જહાજને તોડી પાડ્યું હતું, જેમાં 87 ક્રૂ મેમ્બર્સના મોત નીપજ્યા. આ જહાજ ભારત સાથે નેવલ એકસરસાઈઝ કરીને પરત ફરી રહ્યું હતું. ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે યુએસએ “ભારતના મહેમાન” જહાજ પર હુમલો કર્યો હતો, જેનો બદલો લેવામાં આવશે.

યુએસ નેવીની એક સબમરીને ઈરાનના યુદ્ધ જહાજ IRIS દેના પર હુમલો કર્યો હતો, ઈરાનના યુદ્ધ જહાજે થોડા અઠવાડિયા પહેલા ભારતમાં નૌકાદળના અભ્યાસમાં ભાગ લીધો હતો. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે આ ઘટના સમુદ્રમાં થઇ રહેલો અન્યાય છે, યુએસને આ કૃત્યનો "કડવો પસ્તાવો" થશે.


અબ્બાસ અરાઘચીએ X પર પોસ્ટ કરીને લખ્યું, "યુ.એસ.એ ઈરાનના કિનારાથી 2,000 માઇલ દૂર સમુદ્રમાં અન્યાય કર્યો છે. ભારતીય નૌકાદળના મહેમાન લગભગ 130 ખલાસીઓને લઈને જઈ રહેલા ફ્રિગેટ દેના ચેતવણી આપ્યા વિના આંતરરાષ્ટ્રીય દરિયાઈ ક્ષેત્રમાં તોડી પાડવામાં આવ્યું. મારા શબ્દો યાદ રાખો: યુ.એસ.ને આનો ખૂબ જ પસ્તાવો થશે.”

શ્રી લંકાની નેવી અને વાયુ સેનાએ બચાવી લીધેલા IRIS દેનાના ક્રૂ મેમ્બર્સ ગેલ શહેરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 

ગુરુવારે સવારે ઇઝરાયલ-યુએસ અને ઈરાને એક બીજાના ઠેકાણાઓ પર હુમલાઓનો કરી રહ્યા છે.