થાણે: ઉલ્હાસનગરમાં વાઈન શૉપ બહાર થયેલા ઝઘડામાં બેરહેમીથી મારપીટને કારણે એકનું મોત નીપજ્યું હતું. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે ઓળખ મેળવી બે આરોપીની ધરપકડ કરી હતી.વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારની સાંજે બનેલી ઘટનામાં નીતેશ રમેશ લોઢેનું મૃત્યું થયું હતું. વાઈન શૉપ બહાર ઝઘડો થયા પછી બે શખસે નીતેશની પીટાઈ કરી હતી. પંચ અને કિક મારવાને કારણે નીતેશનું મૃત્યુ થયું હતું.
બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની મદદથી પોલીસે બન્ને શખસની ઓળખ મેળવી હતી. તપાસ બાદ વિકાસ ઉર્ફે વિકી દેવા પગારે અને વિક્રમ બાબુ બાવગેને પકડી પાડવામાં આવ્યા હતા.ધરપકડ કરાયેલા બન્ને આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 17 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે. ઝઘડો કયા મુદ્દે થયો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)
પ્રતીકાત્મક તસવીર