કોલકાતા: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અને ટકરાવ અટકવાનું નામ નથી લઈ રહ્યા. સોનારપુરમાં ટીએમસી નેતા અભિષેક બેનર્જી પર થયેલા કથિત હુમલાના વિવાદ વચ્ચે હવે હુગલી જિલ્લાના ચંડિતલા પોલીસ સ્ટેશનની TMC ના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ટીએમસી સાંસદનો આરોપ છે કે ભાજપના કાર્યકર્તાઓએ તેમના પર પથ્થર અથવા ક્રિકેટના બોલ જેવી કોઈ ભારે વસ્તુ વડે હુમલો કર્યો છે, જેના કારણે તેમના માથામાં ગંભીર ઇજા થઈ છે. બંને હુમલાઓ ભાજપ દ્વારા કરવામાં આવ્યા હોવાનો ટીએમસીએ આરોપ લગાવ્યો છે.
પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવા જતા સર્જાયો હંગામો
વિગતે વાત કરવામાં આવે તો, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અગાઉ પકડાયેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની તાત્કાલિક મુક્તિની માંગ સાથે ચંડિતલા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર સોંપવા પહોંચ્યા હતા. કલ્યાણ બેનર્જી આવેદનપત્ર આપે તે પહેલાં જ પોલીસ સ્ટેશનની બહાર એકત્રિત થયેલા તૃણમૂલ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થઈ ગયો હતો.
તૃણમૂલ સમર્થકોને જોઈને ‘ચોર-ચોર’ના નારા લાગ્યા
ભાજપના કાર્યકર્તાઓએ તૃણમૂલ સમર્થકોને જોઈને ‘ચોર-ચોર’ના નારા લગાવવાનું શરૂ કર્યું, જેનાથી વાતાવરણ એકાએક ગરમાઈ ગયું હતું. સ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે ઘટનાસ્થળે તાત્કાલિક ધોરણે ભારે પોલીસ ફોર્સ અને કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરી દેવાયા હતા. આ હંગામા અને નાસભાગ વચ્ચે જ ભીડમાંથી કોઈ અજ્ઞાત વ્યક્તિએ સાંસદ તરફ કોઈ વસ્તુ ફેંકી હતી, જે સીધી તેમના માથામાં વાગી અને મામલો ગરમાઈ ગયો હતો.
#WATCH | Hooghly, West Bengal: TMC MP Kalyan Banerjee was allegedly attacked near Chanditala Police Station when he came to submit a deputation regarding post-poll violence.
— ANI (@ANI) May 31, 2026
More details awaited. pic.twitter.com/47XaGsbL0q
મીડિયા સામે આવેલા સાંસદ કલ્યાણ બેનર્જીએ ભારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ‘જ્યારે અમે લોકતાંત્રિક રીતે વિરોધ નોંધાવવા અને આવેદન આપવા જઈ રહ્યા હતા ત્યારે અમારા પર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો’. જોકે, આ મામલો ભાજપનું કહેવું છે કે, સાંસદ કલ્યાણ બેનર્જીને કોઈ પ્રકારની ઇજા થઈ નથી. તેઓ મીડિયા સામે માત્ર સહાનુભૂતિ મેળવવા માટે ‘ડ્રામા’ કરી રહ્યા છે. અભિષેક બેનર્જીના મામલાને કલ્યાણ બેનર્જી ભટકાવાવનો પ્રયત્ન કરી રહ્યાં છે.