Wed Jun 10 2026

Logo

થાણેના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ

2026-02-25 17:16:54
Author: Yogesh C Patel
Article Image

થાણે: થાણેના કોપરી વિસ્તારમાં આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં બુધવારના મળસકે અચાનક આગ ફાટી નીકળતાં ધુમાડા અને દુર્ગંધને કારણે રહેવાસીઓને તકલીફ થઈ હતી.
થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે આગ કોપરીના કનૈયા નગર ખાતેના સીવેજ ટ્રીટમેન્ટ સેન્ટર સામે આવેલા ટ્રી ઑથોરિટી ડિપાર્ટમેન્ટના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લાગી હતી. આગને કારણે કોઈને ઇજા થઈ નહોતી.

અધિકારીના જણાવ્યા મુજબ આગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લાગી હોવાથી ધુમાડો મોટા પ્રમાણમાં ફેલાયો હતો અને સાથે સાથે દુર્ગંધ પણ પ્રસરી હતી, જેને કારણે આસપાસના પરિસરના રહેવાસીઓ પરેશાન થઈ ગયા હતા.

પાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટને આગની જાણ મળસકે 3.56 વાગ્યે થઈ હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોને પાંચેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. (પીટીઆઈ)