અમદાવાદઃ સુરત શહેરમાં રેલવે સ્ટેશન પરિસરમાં આવેલી ટ્રાફિક ચોકીના જવાનોએ સંવેદનશીલતા બતાવી એક મહિલાની પ્રસુતિ કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઘટનાની મળતી વિગતો અનુસાર મૂળ મધ્ય પ્રદેશનાં વતની અને સુરતમાં કામકાજ માટે આવેલા પરિવારનાં સગર્ભા મહિલા અમલાબેન બળવંતભાઈ વસોનીયા પતિ અને દીકરી સાથે વતન જવા નીકળ્યા હતા. જોકે મધ્ય પ્રદેશ પહોંચે તે પહેલા સુરત રેલવે સ્ટેશન પાસે જ તેમને અચાનક પ્રસવપીડા ઉપડી હતી અને ટ્રાફિક પોલીસ ચોકી નજીક તેઓ ઢળી પડ્યા હતા.
મહિલાના પતિએ બાજુની ચોકીના જવાન પ્રવિણભાઈ ખતવાસેને મદદ માટે અને 108 બોલાવવા માટે વિનંતી કરી હતી, પરંતુ મહિલાની હાલત જોતા 108 બોલાવવા કરતા પ્રવિણભાઈએ રેલવે હૉસ્પિટલના મેડિકલ ઓફિસરને બોલાવવા દોટ મૂકી અને તે દરમિયાન અન્ય જવાનોએ મહિલાને ચોકીમાં સુવડાવી હતી.
સુરત ટ્રાફિક ચોકીમાં જ થઈ અનોખી ડિલિવરી! | Surat railway station delivery સુરત રેલવે સ્ટેશન પર રાત્રે સગર્ભા મહિલાને અચાનક પ્રસવપીડા ઉપડતા ટ્રાફિક ચોકીમાં જ સુવડાવવામાં આવી હતી. 108 પહોંચવામાં વિલંબ થતાં TRB જવાનોએ રેલવેના મેડિકલ ઓફિસરને બોલાવ્યા અને ચોકીમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી. મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને નવજાત બાળકીને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં બંને સ્વસ્થ હોવાનું જણાવાયું છે. #Surat #SuratNews #SuratTrafficPolice #TRB #TrafficPolice #Humanity #HumanityInUniform #SuratRailwayStation #ViralNews #GujaratNews #GujaratiNews #GoodNews Surat traffic police, Surat TRB, Surat railway station delivery, traffic chowki delivery, Surat news, Surat viral news, pregnant woman delivery, TRB jawan humanity, traffic police humanity, Surat railway station news, Gujarat news, Gujarati news, unexpected delivery, Surat latest news
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 27, 2026
ચોકીના જવાનો રાહુલ, મેહુલ, મિથુન અને પિન્ટુએ નજીકની હોટેલમાંથી ચાદર વગેરે લાવી આડશ ઊભી કરી હતી. રેલવે મેડિકલ ઓફિસર ડૉ. કૌશિક પટેલ પણ તાત્કાલિક આવ્યા હતા અને નોર્મલ ડિલિવરી કરાવી હતી. ત્યારબાદ તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મહિલા અને નવજાત બાળકીની તબિયત સારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસ જવાનોની આ સમયસૂચકતા અને સંવેદનશીલતાને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.