Tue Sep 08 2026

Logo

ખાંડમાં છૂટાછવાયા કામકાજે રૂ. ચારથી 10નો ઘટાડો

2026-08-10 20:28:27
Author: Ramesh Gohil
ખાંડમાં છૂટાછવાયા કામકાજે રૂ. ચારથી 10નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈઃ
સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે સ્ટોકિસ્ટોની નવી લેવાલી નિરસ રહેવા ઉપરાંત રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહેતાં એકંદરે કામકાજો છૂટાછવાયા રહેતાં હાજરમાં માગ તથા માલની ગુણવત્તાનુસાર ભાવમાં ક્વિન્ટલે રૂ. ચારથી 10નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ પણ મર્યાદિત રહેતાં ઉપાડ લગભગ 26થી 27 ટ્રકનો રહ્યો હતો. આમ એકંદરે કામકાજો ખપપૂરતા રહેતાં હાજરમાં માગ અને માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચાર અને ઉપલા મથાળેથી રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 4776થી 4842માં થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 4862થી 4932માં થયા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4700થી 4750માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4770થી 4850માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.