Tue Aug 18 2026

Logo

‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ની બોક્સ ઓફિસ પર બંપર કમાણી, 200 કરોડના કલ્બથી થોડે જ દૂર!

2026-08-02 10:06:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ ભારતીય સિનેમાઘરોમાં અત્યારે હોલીવુડ સુપરહીરો 'સ્પાઇડર-મેન'નો જાદુ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' (Spider-Man: Brand New Day) બોક્સ ઓફિસ પર રોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને વીકેન્ડ પર ફિલ્મના કલેક્શનમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે.  

શનિવારે કરી છપ્પરફાડ કમાણી

અહેવાલો અનુસાર, રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શનિવારે આ ફિલ્મે ભારતમાં આશરે રૂપિયા 66.75 કરોડનો બમ્પર કારોબાર કર્યો છે. એટલું જ નહીં, રવિવારના સવારના શોથી જ ફિલ્મે ધમાકેદાર શરૂઆત કરીને કેટલાક કલાકોમાં જ રૂપિયા 04.48 કરોડથી વધુની કમાણી પોતાના નામે કરી લીધી છે. જે ઝડપે ફિલ્મ બોક્સ ઓફિસ પર આગળ વધી રહી છે, તે જોતાં રવિવારના અંત સુધીમાં જ આ ફિલ્મ સહજતાથી 200 કરોડ રૂપિયાનો આંકડો વટાવી જશે.  

શનિવારે આ ફિલ્મના કલેક્શનમાં મોટો ઉછાળો આવ્યો

કમાણીના આંકડાની વાત કરવામાં આવે તો, ગુરુવાર અને શુક્રવાર બાદ શનિવારે આ ફિલ્મના કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઓપનિંગ ડે પર રૂપિયા 60.60 કરોડ, બીજો દિવસે રૂપિયા 49.35 કરોડ અને ત્રીજો દિવસે રૂપિયા 66.75 કરોડનો વેપાર કર્યો ચે. આ સાથે કુલ ભારતીય કલેક્શન રૂપિયા 181.18 કરોડને પાર પહોંચી ગયું છે. 

'સ્પાઇડર-મેન' સામે અન્ય ફિલ્મોની કમાણી ધીમી પડી

બોક્સ ઓફિસ પર 'ધ ઓડિસી' (The Odyssey) અને 'જન નાયકન' (Jana Nayakan) જેવી મોટી ફિલ્મો પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. પરંતુ 'સ્પાઇડર-મેન' સામે આ તમામ ફિલ્મોની કમાણી ધીમી પડી ગઈ છે. કલેક્શનની આ રેસમાં ટૌમ હોલેન્ડની આ સુપરહીરો ફિલ્મ સૌથી આગળ દોડી રહી છે.