લદ્દાખ: સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે ફરી એકવાર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો સરકાર લદ્દાખ અંગેની તમામ માંગણીઓ નહીં સ્વીકારે તો તેઓ 19 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર દરમિયાન નવું આંદોલન શરૂ કરશે.સોનમ વાંગચુકે જુલાઈ માસમાં કોકરોચ જનતા પાર્ટી સાથે મળીને નીટ પરીક્ષા મુદ્દે આંદોલન કર્યું હતું.
જોધપુર જેલમાં છ મહિના વિતાવ્યા
સોનમ વાંગચુકે આ નિર્ણય લદ્દાખના ચોક્કસ જૂથો અને ગૃહ મંત્રાલયની પેટા-સમિતિ વચ્ચે નવી દિલ્હીમાં યોજાયેલી વાતચીતની બાદ લીધો છે. જેમાં
ગત વર્ષે સપ્ટેમ્બરમાં લદ્દાખમાં થયેલી હિંસા બાદ કડક 'નેશનલ સિક્યુરિટી એક્ટ' (NSA) હેઠળ કેસ નોંધાયા પછી વાંગચુકે અગાઉ જોધપુર જેલમાં છ મહિના વિતાવ્યા હતા.
સોનમ વાંગચુક સતત અવાજ ઉઠાવતા રહ્યા
લદ્દાખને લગતા મુદ્દાઓ પર સોનમ વાંગચુક સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. ગત વર્ષે 26 સપ્ટેમ્બરે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તે સમયે લદ્દાખ માટે સ્વાયત્તતાની માંગ કરતા વિરોધ પ્રદર્શનો હિંસક બની ગયા હતા. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.
લદ્દાખમાં હિંસા ભડકાવવાનો આરોપ
સોનમ વાંગચૂક વર્ષ 2018ના મેગ્સેસે એવોર્ડ વિજેતા અને લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની ચળવળના અગ્રણી વ્યક્તિ છે . તેમની પર ગત વર્ષે લદ્દાખમાં સંઘર્ષો ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.