Sun Jul 26 2026

Logo

કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી

2026-07-26 17:29:03
Author: Chandrakant Kanoja
Article Image

બેંગ્લોર: કર્ણાટક કોંગ્રેસમાં સતત ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી  સિદ્ધારમૈયાએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે તે હવે વર્ષ 2028ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી નહીં લડે. 

રાજકારણમાં સક્રિય રહેશે

તેમણે જાહેરાત કરી હતી કે, તેમણે આ નિર્ણય વધતી ઉંમર, બગડતી તબિયત અને રાજકારણમાં વધતા ભ્રષ્ટાચારને કારણો ગણાવ્યા હતા. જોકે, તેમણે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં સક્રિય રહેશે અને લોકોના મુદ્દાઓ ઉઠાવતા રહેશે.

સિદ્ધારમૈયાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ જાહેર જીવનમાં સક્રિય રહેશે, પરંતુ તેમણે ફરીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. તેમણે લખ્યું, આજે રાજકીય ક્ષેત્ર ભ્રષ્ટ થઈ ગયું હોવાથી, હું વર્ષ 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડું. જોકે, રાજકારણમાં સક્રિય રહીને હું લોકોના સુખ-દુઃખમાં તેમનો અવાજ બનતો  રહીશ.

વરુણાના મતદારો  ફરીથી  ચૂંટણી લડવા માટે વિનંતી કરી

કોંગ્રેસ નેતાએ ઉલ્લેખ કર્યો કે તેમના મતવિસ્તાર, વરુણાના મતદારો તેમને ફરીથી  ચૂંટણી લડવા માટે વિનંતી કરી રહ્યા હતા. પરંતુ તેમણે ભવિષ્યમાં કોઈપણ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. સિદ્ધારમૈયાએ નોંધ્યું કે વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થાય અને આગામી વિધાનસભા ચૂંટણી થાય ત્યાં સુધીમાં તેમની ઉંમર  લગભગ 81 કે 82 વર્ષનીથશે. 

વર્ષ 1978 માં તાલુકા પંચાયતથી રાજકારણમાં પ્રવેશ 

સિદ્ધારમૈયાએ તેમના પાંચ દાયકા  લાંબી રાજકીય કારકિર્દી અંગે જણાવ્યું હતું કે  વર્ષ  2028 માં તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યાના 50 વર્ષ પૂર્ણ થશે. તેમણે વર્ષ  1978 માં તાલુકા બોર્ડના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.  
તેમણે કહ્યું, મેં જીત અને હાર બંને જોયા છે. તેમજ મને એ વાતનો સંતોષ છે કે મેં ક્યારેય મારા સિદ્ધાંતો વિરુદ્ધ કામ  નથી કર્યું. મેં ક્યારેય મારા અંતરાત્મા સાથે દગો નથી કર્યો

પ્રામાણિક રાજકારણ માટે કોઈ જગ્યા બાકી નથી

સિદ્ધારમૈયાએ ચૂંટણી રાજકારણના બદલાતા સ્વરૂપ અંગે નિરાશા વ્યક્ત કરી. તેમણે લખ્યું, આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં ચૂંટણી લડવા માટે લોકોને પૈસા ચૂકવવા પડે છે. આજે રાજકારણ સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ગયું છે. પ્રામાણિક રાજકારણ માટે કોઈ જગ્યા બાકી નથી. આ વાતાવરણને જોતાં મેં ભવિષ્યમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.

પાંચ દાયકાથી રાજ્યના લોકોએ મને સ્વીકાર્યો

તેમજ પાંચ દાયકાથી રાજ્યના લોકોએ મને સ્વીકાર્યો છે અને મને પ્રેમ આપ્યો છું. હું તેમનો ઋણી છું. તેથી મારું ભાવિ જીવન પણ જાહેર સેવા માટે સમર્પિત રહેશે.