Sun Jul 26 2026

Logo

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પાછળ વિદેશી કાવતરું? વિજયવર્ગીયાનો ચોંકાવનારો દાવો!

2026-07-26 16:40:21
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય એ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર પોતાની વાત કહી છે. તેમણે કહ્યું કે, આંદોલન પહેલા જ ધર્મેન્દ્ર પ્રધાને પાર્ટીના અધ્યક્ષની સામે રાજીનામાની રજૂઆત કરી હતી. મંત્રીએ પોતાની વાત આગળ કરતા કહ્યું કે, કોક્રોચ જનતા પાર્ટીના આંદોલનના પહેલા જ દિવસે ધર્મેન્દ્ર પ્રધાને પાર્ટી અધ્યક્ષની સામે રાજીનામાની રજૂઆત કરી હતી. એ સમયે નેતૃત્વએ એમના રાજીનામા સામે નકારો કર્યો હતો.

વિદેશી તાકાતનો ઉલ્લેખ કર્યો
જ્યારે વિરોધ પ્રદર્શન શરૂ થયું એ સમયે ધર્મેન્દ્ર પ્રધાને સંગઠન સામે પોતાની જવાબદારી અદા કરતા પાર્ટી અધ્યક્ષને કહ્યું કે, જો તમને લાગતુ હોય તો હું તરત જ રાજીનામુ આપી દેવા તૈયાર છું. એ સમયે ભાજપના નેતૃત્વએ રાજીનામા સામે નકારો કરી દીધો હતો. પણ પછી પરિસ્થિતિ બદલાતા પાર્ટીએ નિર્ણય કર્યો અને પ્રધાને તરત જ રાજીનામું આપી દીધું હતું.

કેટલીક વિદેશી શક્તિઓ બાંગ્લાદેશ અને શ્રીલંકાની જેમ આપણા દેશમાં પણ માહોલ ખરાબ કરવા માગતી હતી. હવે પ્રધાને રાજીનામું આપી દેતા એમના ઈરાદાઓ પર પાણી ફરી ગયું.જે વિદેશી તાકાત ભારતમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવો માહોલ ઊભો કરવા માગતી હતી, હિંસા ભડકાવવા માગતી હતી રાજીનામાથી આ બધુ ખતમ થઈ ગયું. હું ધર્મેન્દ્ર પ્રધાનના કામની પ્રશંસા કરૂ છું. તેમણે જે કામ કર્યું એ માટે એમને અભિનંદન આપું છું.

આ કોંગ્રેસની પોલિસી છે
દેશમાં અરાજકા ફેલાવવાની અને અસ્થિરતા પેદા કરવાના જે કાવતરા હતા એ નિષ્ફળ થઈ ગયા હતા. વિદેશી તાકાત પર દેશમાં ખોટો માહોલ ઊભો કરનારા લોકોના ઈરાદા પર હવે પાણી ફરી ગયું.કોંગ્રેસ અન્યના આંદોલન પર પોતાનો શ્રેય લઈ રહી છે. આંદોલન વિદ્યાર્થીઓએ કર્યું અને કોંગ્રેસના નેતાઓ એમની પાછળ ઊભા રહી ગયા. કોંગ્રેસની સ્થિતિ એવી છે કે, પાડોશીઓના ઘરે બાળકનો જન્મ થાય તો ઢોલ વગાડવા માટે તેઓ દોડી જાય છે. બંગાળની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગયેલી પાર્ટી છે. એવામાં CJPના રૂપમાં એમને એક આશાનું કિરણ દેખાયું. પછી તેઓ એમની પાછળ જઈને ઊભા રહી ગયા. આ જ કોંગ્રેસની પોલિસી છે.કોંગ્રેસના એકપણ નેતા કે આગેવાને લાઠીચાર્જમાં માર ખાધો? હવે રાજીનામું આપી દેતા સેલિબ્રેશન કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે.