Sun Jul 26 2026

Logo

ઘોડબંદર રોડ પર ભયંકર ઍક્સિડન્ટ: ૨૫ ટનનું ક્ધટેઈનર ૧૦ ફૂટ ઊંડા ખાડામાં પડ્યું

2026-07-26 17:37:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
ઘોડબંદર રોડ પર માનપાડા વિસ્તારમાં વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં મેટ્રો પ્રોજેક્ટ માટે ખોદવામાં આવેલા લગભગ ૧૦ ફૂટ ઊંડા ખાડામાં પચ્ચીસ ટન વજનનો  સામાન ભરેલો ક્ધટેઈનર પલટી ખાઈ ગયો હતો. ક્ધટેઈનરનો ડ્રાઈવર વાહનમાં ફસાઈ ગયો હતો. ફાયરબ્રિગ્રેડે ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો અને તેને  પ્રાથમિક સારવાર આપી પોલીસને સોંપ્યો હતો.

વાહનવ્યવહાર માટે અત્યંત મહત્ત્વના ગણાતા ઘોડબંદર રોડ પરથી ભારે વાહનો જેએનપીએ બંદરથી સામાન લઈને ગુજરાતની દિશામાં જતા હોય છે. ઘોડબંદર રોડ પર હાલ મેટ્રોનું પણ કામ ચાલી રહ્યું હોઈ પ્રોજેક્ટ માટે માનપાડામાં પાણીની ટાંકી માટે  ખોદવામાં આવ્યો હતો. જે લગભગ ૧૦ ફૂટ ઊંડો હોવાનું જણાઈ આવ્યું હતું.

રવિવારે સવારના ન્હાવાશેવા બંદરથી ગુજરાતની દિશામાં જઈ રહેલો લગભગ પચ્ચીસ ટન ભંગાર ટાયર ભરેલો ક્ધટેઈનર લગભગ છ વાગ્યાની આસપાસ માનપાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડ્રાઈવરનો વાહન પરથી નિયંત્રણ છૂટી જતા તે ક્ધટેઈનર સાથે ખાડામાં પડ્યો હતો.

ઍક્સિડન્ટની જાણ થતા ડૉકટર સહિત ઍમ્બ્યુલન્સ, ચિતળસર પોલીસ સ્ટેશનના પોલીસ, થાણે પાલિકાના અધિકારી, ફાયરબિગ્રેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારી, મેટ્રો પ્રોજેક્ટના અધિકારી-કર્મચારી ઘટના સ્થળે દોડી ગયા હતા.

ઍક્સિડન્ટને કારણે ક્ધટેઈનરનો ડ્રાઈવર અમિત યાદવ પર કંટેઈનરમાં જ ફસાઈ ગયો હતો. ફાયરબ્રિગ્રેડે ભારે જહેમત બાદ તેને ક્ધટેઈનરમાંથી બહાર કાઢ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને ચિતળસર પોલીસને તાબામાં સોંપવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણથી ખાડાની આજુબાજુ બેરીકેડ્સ લગાવી દેવામાં આવ્યા હતા. તો મોડે સુધી ખાડામાંથી  ક્ધટેઈનરને બહાર કાઢવાનું કામ ચાલ્યું હતું.