Fri Sep 04 2026

Logo

શુભમન ગિલના પિતા કોલંબોના સ્ટેડિયમમાં

Colombo   2026-08-26 17:27:05
Author: Ajay Motiwala
શુભમન ગિલના પિતા કોલંબોના સ્ટેડિયમમાં

કોલંબોઃ શુભમન ગિલના નેતૃત્વમાં શ્રીલંકા સામે ભારત સિરીઝની પ્રથમ ટેસ્ટ જીતીને 1-0થી અપરાજિત સરસાઈમાં છે અને હવે બીજી ટેસ્ટમાં પણ ભારતનો વિજય થઈ શકે એવી આશા સાથે ગિલના પિતા લખવિન્દર સિંહ બુધવારે કોલંબોના સ્ટેડિયમમાં મૅચ જોવા આવ્યા હતા.

કોલંબો (Colombo)ના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (એસએસસી)ના મેદાન પર ગિલના સુકાનમાં ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં વિજયની નજીક પહોંચી ગઈ છે. ગુરુવારના અંતિમ દિવસે મેઘરાજા નહીં નડે તો ભારતનો વિજય લગભગ નિશ્ચિત છે, કારણકે બુધવારે રમત વહેલી પૂરી થઈ ત્યારે શ્રીલંકાનો ફૉલો-ઑન પછીનો બીજા દાવનો સ્કોર (213 રનની સરસાઈ ઊતાર્યા બાદ) છ વિકેટે 16 રન હતો.

દરમ્યાન ગિલ (Gill)ના પિતા (Father) એસએસસી સ્ટેડિયમના વીઆઇપી સ્ટૅન્ડમાં બેઠા હતા ત્યારે તેમને કૅમેરોમૅને કૅમેરામાં કેદ કરી લીધા હતા અને તેમનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. બની શકે કે ગુરુવારે મૅચના અંતિમ દિવસે પણ તેઓ પુત્રના નેતૃત્વમાં ભારતીય ટીમને જીતતી જોવા સ્ટેડિયમમાં આવશે.

શુભમન ગિલ આઠમી સપ્ટેમ્બરે જીવનના 27 વર્ષ પૂરા કરશે. શુભમનને ભારતની નૅશનલ ટીમ સુધી પહોંચાડવામાં અને તેની કારકિર્દીને સફળ બનાવવામાં તેના પિતા લખવિન્દરની બહુ મોટી ભૂમિકા છે.