બોલીવુડના કલાકારોની માફક ભારતીય ક્રિકેટર સૌથી વધુ ચર્ચામાં રહે છે. ટીમ ઈન્ડિયાના ધુરંધર ક્રિકેટર વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા યા શિખર ધવન ક્રિકેટની સાથે પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. ગુજ્જુ બોય હાર્દિક પંડ્યાએ પહેલા લગ્ન ફોક થયા પછી હવે પોતાની ગર્લફ્રેન્ડને લઈ ચર્ચામાં છે ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગબ્બર ફેમ શિખર ધવન ફરી ઘોડે ચઢવા તૈયાર છે અને લગ્ન કરી રહ્યો છે આઈરિશ મોડલ સાથે.
ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ ફરી બીજા લગ્ન કરવાની તૈયારીમાં છે ત્યારે શિખર ધવન પણ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્ન કરવાનો છે. ધવને ઈન્સ્ટાગ્રામ પર સોફી સાથેની તસવીર પણ શેર કરી છે, જ્યારે પોસ્ટમાં એવું કંઈક લખ્યું છે, જે સૌના માટે સરપ્રાઈઝ છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટોમાં શિખર ધવને ઓફ વ્હાઈટ કલરના ઈન્ડિયન આઉટફિટમાં જોવા મળે છે, જ્યારે સોફી પણ ગોલ્ડન કલરનો શિમરી લહેંગો પહેર્યો છે. કપલ એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે, જેમાં બંનેના ચહેરા પર સ્માઈલ જોવા મળે છે, જેમાં સૌનું દિલ જીતી લીધું છે.
ક્રિકેટરે લખ્યું મ્યુઝિકલ નાઈટ. ઓલમોસ્ટ ધવન્સ. કેપ્શન વાંચીને ચાહકોને આશ્ચર્ય થયું છે અને અટકળો લગાવી રહ્યા છે કે ક્રિકેટર લગ્ન કરવા જઈ રહ્યો છે કે કરશે. આમ છતાં સત્તાવાર રીતે હજુ સુધી કંઈ ફોડ પાડ્યો નથી.
હવે તમને જાણવાની તાલાવેલી હોય કે ગબ્બર સાથે લગ્ન કરનારી સોફી શાઈન કોણ છે. બંને વચ્ચેના રિલેશનની શરુઆત 2025 દુબઈની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ વખતે થઈ હતી. બંને સ્ટેન્ડમાં સાથે જોવા મળ્યા હતા, ત્યાર પછી મે 2025માં ધવને સોશિયલ મીડિયા પર પોતાના રિલેશન પર મહોર મારી હતી. બંને એકાદ વર્ષથી રિલેશનમાં છે અને લગ્ન કરવાનો પણ નિર્ણય લીધો છે. આ અગાઉ શિખરે પણ એક વીડિયોમાં કહ્યું હતું કે તે બીજા લગ્ન કરવા ઈચ્છે છે.
આ પહેલા શિખર ધવને 2012માં ઓસ્ટ્રેલિયાની આયશા મુખરજી સાથે લગ્ન કર્યા હતા, ત્યાર બાદ તેમને એક દીકરાને જન્મ આપ્યો હતો. જોકે, આંતરિક મતભેદોને કારણે 2023માં બંનેએ છૂટાછેડા લીધા હતા, ત્યાર પછી હવે તેના ચાહકો પણ બીજા લગ્નની વાત લઈ ખુશ છે.