નવી દિલ્હી: બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશરો લઇ રહેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પ્રથમ વાર મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમણે આ દરમિયાન ભાવુક થઇને પરિવારના સભ્યોને યાદ કર્યા હતા. તેમજ કહ્યું હતું કે આ એ બાંગ્લાદેશ નથી કે જેની માટે લાખો લોકોએ બલિદાન આપ્યા હતા.
નવી દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું કે, આજે હું પૂર્વ વડાપ્રધાન તરીકે નહિ પરતું એક રાષ્ટ્રપિતાનું પુત્રી તરીકે બોલી રહી છું. શેખ હસીના પરિવારના માર્યા ગયેલા લોકોને યાદ કરીને રડી પડ્યા હતા.
સંગઠનોએ વિદ્યાર્થીઓની માંગણીઓને હિંસામાં ફેરવવાનું કામ કર્યું
તેમણે વધુમાં જણાવ્યું કે, બાંગ્લાદેશમાં છેલ્લા કેટલા વર્ષોમાં ભય ફેલાયો છે. તેમજ આ આ એ બાંગ્લાદેશ નથી જેના માટે લાખો લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. તેમણે કહ્યું કેટલાક સમયથી અમુક સંગઠનો વિદ્યાર્થીઓની માંગણીઓને હિંસામાં ફેરવવાનું કામ કરી રહ્યા હતા. તેમજ સંગઠિત જૂથોએ હિંસા ભડકાવવા અને સત્તા પરિવર્તન લાવવા માટે તેનો ઉપયોગ કર્યો.
બાંગ્લાદેશને મુશ્કેલ સમયમાંથી પસાર થતા જોયો
તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી, મેં મારા પ્રિય બાંગ્લાદેશને મુશ્કેલ સમયમાંથી પસાર થતા જોયો છે. આ એ બાંગ્લાદેશ નથી જે આપણે બનાવ્યું હતું. આ એ બાંગ્લાદેશ નથી જેના માટે 1971માં ત્રીસ લાખ લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.
આ શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલન નહોતું
તેમજ આ શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલન નહોતું. મારી સરકારે વાતચીત, કાનૂની પ્રક્રિયાઓ અને ધીરજ દ્વારા શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુધારાની માંગણી હેઠળ કેટલાક સંગઠિત જૂથો વિદ્યાર્થીઓની માંગણીઓને હિંસક રાજકીય હથિયારમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
મારી વિરુદ્ધ 600 થી વધુ કેસ દાખલ
તેમજ હાલ મારી વિરુદ્ધ 600 થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે. હું એવી વ્યક્તિ તરીકે બોલું છું જેણે પોતાનું જીવન બાંગ્લાદેશના લોકો સાથે વિતાવ્યું છે. એક એવી વ્યક્તિ જેને પોતાનો દેશ છોડવાની ફરજ પડી હતી છતાં તે ક્યારેય પોતાના લોકોથી અલગ થઈ નથી. ખંડણી અને હત્યા રોજિંદા જીવનનો ભાગ બની ગયા છે.
યુનુસ સરકારે લોકોની હત્યા અંગે એક બિલ પસાર કર્યું
આ દરમિયાન શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ બીજા પાકિસ્તાનમાં ફેરવાઈ ગયું છે. જેમાં મૃત્યુઆંક આશરે 1,400 છે જ્યારે સરકારી આંકડા 800 દર્શાવે છે. તેમજ યુનુસ સરકારે લોકોની હત્યા અંગે એક બિલ પસાર કર્યું છે. જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યાઓ માટે કોઈની સામે કાર્યવાહી કરી શકાતી નથી અને આવા કેસમાં કાનૂની મુક્તિ આપવામાં આવી છે.