મુંબઈ: સંજય રાઉતે તાજેતરમાં એક મોટો દાવો કરતા કહ્યું છે કે એકનાથ શિંદે હવે ફરી ક્યારેય મુખ્ય પ્રધાન બની શકશે નહીં, કારણ કે ભાજપ તેમ થવા દેશે નહીં. તેમને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાવવું પડશે અને ત્યાં થોડો સમય વિતાવવો પડશે, ત્યારે જ કદાચ તેઓ મુખ્ય પ્રધાન બની શકે છે, તે સિવાય નહીં.
ગંભીર આરોપ લગાવતા સંજય રાઉતે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ એ ભાજપના કાર્યકર્તા છે. સુપ્રીમ કોર્ટના ઘણા ન્યાયાધીશો ભાજપના કાર્યકર્તા છે અને તેઓ તે રીતે જ કામ કરે છે. તમે તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકો?"
ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સુપ્રીમ કોર્ટને 'મૂર્ખ' કહી હતી, જ્યારે તેમણે ટેરિફ રદ કરવાનો નિર્ણય આપ્યો હતો. તે સમયે ટ્રમ્પે તેમના કોર્ટના ન્યાયાધીશને મૂર્ખ કહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની કોર્ટને મૂર્ખ કહી... શા માટે મૂર્ખ કહી... તે સુપ્રીમ કોર્ટ પણ જાણે છે, બસ એટલું જ હું કહીશ. લોકશાહીમાં અમને અમારા મંતવ્યો રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.
જો દેવેન્દ્ર ફડણવીસ, અમિત શાહ અને નરેન્દ્ર મોદીમાં લોકશાહી પ્રત્યે થોડી પણ મર્યાદા હોય, તો તેમણે આ વિષયમાં ધ્યાન આપવું જોઈએ.' પુણેમાં હણમંત પવાર પર થયેલા હુમલાના કેસ વિશે બોલતી વખતે સંજય રાઉતે આ નિવેદન આપ્યું હતું.