મુંબઈ: શિવસેના (યુબીટી) અધ્યક્ષ સંજય રાઉતે નીટ પેપર લીક બાબતે સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. સંજય રાઉતે સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે નીટ પરીક્ષા પપેર્સ ભારતીય વાયુ સેના દ્વારા મોકલાવવા એ સરકારની નિષ્ફળતા છતી કરે છે.
સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે સેના એ ભારતની સીમાની રક્ષા માટે કામ કરી રહી છે. શિક્ષણ વિભાગની અને એનટીએની સુરક્ષા માટે કાર્યરત નથી. તેમના મતે આ પગલું સરકારની નિષ્ફળતા જાહેર કરે છે. વર્ષોથી થતા પપેર લીક કૌભાંડોએ લાખો વિદ્યાર્થીઓનું સપનું તોડ્યું છે. તદુપરાંત હવે વાયુ સેના દ્વારા પેપરોની હેરાફેરી કરાવવી એ સરકારની નિષ્ફ્ળતા છતી કરે છે.
રાજ્ય સભાના અધ્યક્ષે આ બાબતે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે સિસ્ટમને સુધારવાની જગ્યાએ ગુનેગારોને તેમની સજા આપવાના બદલે સરકાર દ્વારા વાયુ સેના દળનો ઉપયોગ પેપરોની હેરાફેરીમાં કરવામાં આવી રહ્યો છે.
વધુમાં સંજય રાઉતે એવી ટિપ્પણી પણ કરી હતી કે, 'રક્ષા પ્રધાન શા માટે શિક્ષણ પ્રધાન સાથે ચેર મિટિંગમાં બેસીને સામાન્ય પરીક્ષાઓ વિષે ચર્ચા કરી રહ્યા છે? આ બાબતો શિક્ષણ મંત્રાલય તેમજ એનટીએની નિષ્ફળતા વ્યક્ત કરે છે. અમે આવા કૌભાંડોનો વિરોધ કરીએ છે અને સરકાર દ્વારા કડક પગલાં લેવાઈ તેવી માંગ કરીએ છીએ.
વધુમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન તેમજ સંચાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક ગોઠવવામાં આવી હતી, પરંતુ આ બાબતમાં હજુ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.