Tue Aug 18 2026

Logo

સલમાન ખાને અચાનક વેચી દીધો મુંબઈનો ફ્લેટ, હવે શું છે તેની પાછળનું સાચું કારણ?

2026-07-30 22:53:40
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડના કલાકારોનો રીયલ એસ્ટેટ પ્રત્યેનો પ્રેમ એ કોઈ નવી વાત નથી. બંગલા, ગાડી અને હોટેલ-રીસોર્ટમાં રોકાણ બાદ હવે કલાકારો કરોડોમાં ખરીદેલી પ્રોપર્ટીને વેચીને અન્ય કોઈ આવકના સ્ત્રોતમાં રોકાણ કરી રહ્યા છે. બોલિવૂડના ભાઈજાન-સલમાન ખાન સમુદ્ર કિનારે એક આલીશાન ઘર બનાવી રહ્યો છે. એક્ટરે પોતાનો બાંદ્રામાં રહેલો એક ફ્લેટ વેંચી નાંખ્યો છે. સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ માતૃભૂમિને લઈને તોચર્ચામાં છે જ. પણ હવે રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ માઈલસ્ટોન ઊભા કરી રહ્યો છે. સમુદ્ર કિનારે એક આલીશાન ઘર તૈયાર થઈ રહ્યું છે. સલમાન ખાને પોતાનો જુનો એક ફ્લેટ વેચી નાંખ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

કરોડોનો સોદો ફાયદામાં

બ્રાંદ્રા વિસ્તારમાં આવેલો ફ્લેટ વેચી નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ફ્લેટની કિંમત કરોડોમાં હોવાનું મનાય રહ્યું છે. આમ પણ બ્રાંદ્રા વિસ્તાર કલાકારોનો વિસ્તાર ગણવામાં આવે છે. આ વિસ્તારમાં દરેક પ્રોપર્ટીના ભાવ કરોડોમાં હોય છે. આ પરથી કહી શકાય કે, આ ફ્લેટનો ભાવ પણ કરોડોમાં હોઈ શકે છે. વર્ષ 2015માં આ ફ્લેટ સલમાને ખરીદ્યો હતો. હવે ફાયદાના સોદા સાથે આ ફ્લેટને વેંચી દેવામાં આવ્યો છે. CRE મેટ્રિક્સના રીપોર્ટ અનુસાર સલમાન ખાને બ્રાંદ્રામાં આવેલો ફ્લેટ વેચ્યો છે. આ માટે 3.5 કરોડનો સોદો થયો હતો.આ ફ્લેટ 2.88 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. ડૉક્યુમેન્ટ રિપોર્ટ અનુસાર આ ફ્લેટ શિવ અસ્થાનમાં સ્થિત છે. જે બ્રાંદ્રા વેસ્ટમાં છે. 13 જુલાઈના રોજ સલમાન ખાને આ ફ્લેટ વેચી નાખ્યો જ્યારે 9 જુલાઈ 2026ના રોજ આ ફ્લેટ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ ડીલ માટે 21 લાખની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવવામાં આવી છે. 30,000 રજીસ્ટ્રેશન ફી આપવામાં આવી છે. 758 સ્ક્વેરફીટનો આ ફ્લેટ અંદરથી પણ આલિશાન છે.

મહત્ત્વનો પ્રોજેક્ટ છે આ

બે કાર માટે પાર્કિંગની ફિક્સ જગ્યા આપવામાં આવી છે. 23 જુલાઈના રોજ આ પ્રોપર્ટી ખરીદનારના નામે ફ્લેટને ટ્રાંસફર કરી દેવામાં આવ્યો છે. એક વર્ષમાં સલમાન ખાને બે ફ્લેટ વેચી નાખ્યા છે. 1318 સ્ક્વેર ફૂટનો ફ્લેટ જે વેસ્ટ બ્રાંદ્રામાં સ્થિત હતો એ પણ વેચી નાંખ્યો છે. આ ડીલ ગત વર્ષે જુલાઈ 2025માં ફાઈનલ કરવામાં આવી હતી, આ ફ્લેટ 5.35 કરોડમાં ફાઈનલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સલમાન ખાન તાજેતરમાં મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી રહેણાંક ટાવર બનાવવા માટે મંજૂરી મળ્યા બાદ હેડલાઇન્સમાં હતો. આ સમુદ્ર કિનારે આવેલી મિલકત ગેલેક્સી એપાર્ટમેન્ટ્સથી માત્ર 100 મીટર દૂર સ્થિત છે, જ્યાં સલમાન ખાન 1974 થી રહે છે.