Tue Aug 18 2026

Logo

પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડર કારી સઈદનું મોત, મસ્જિદમાં અચાનક ઢળી પડ્યો

Karachi   2026-08-08 17:14:26
Author: Mumbai Samachar Team
Article Image

કરાંચીઃ પાકિસ્તાનમાં આતંક સંગઠન લશ્કર એ તોએબાના કમાન્ડર કારી સઈદ ઉર્ફે અબ્દુલ અઝીઝનું શંકાસ્પદ સ્થિતિમાં મોત નીપજ્યું છે. તે 1990થી આતંકી હાફિદ સઈદ સાથે જોડાયેલો હતો. એનો ખાસ કમાન્ડર માનવામાં આવતો હતો. પાડોશી દેશ પાકિસ્તાનામાં આતંકી સંગઠન લશ્કર એ તોએબાના કમાન્ડર કારી સઈદ ઉર્ફે અબ્દુલ અઝીઝનું શંકાસ્પદ સ્થિતિમાં મોત નીપજ્યું છે. આતંકી કારી સઈદ ઉર્ફે અબ્દુલ અઝીઝ લશ્કર એ તોએબાના શોબા એ વારસા એ શોહદા વિભાગનો હતો અને તે દક્ષિણ પંજાબમાં સૌથી વધારે એક્ટિવ હતો.આનું કામ ભારતમાં ઠાર મરાયેલા આતંકીઓના પરિવારજનોને દર મહિને આર્થિક રીતે મદદ કરવાનું હતું. 

સીસીટીવી પણ સામે આવ્યા
આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં આતંકી કારી સઈદ ઉર્ફે અબ્દુલ અઝીઝ ઈસ્લામાબાદમાં સ્થિત લશ્કર એ તોએબાની મસ્જિદ કુબામાં બેગ લટકાવીને નમાઝ પઢવા માટે જઈ રહ્યો હતો. આ સમયે તે પોતાના એક સાથીને બેગ પકડાવી રહ્યો હતો. નમાઝ અદા કરતા તે પહેલા વજુ કરી રહ્યો હતો. એ પછી પોતાની બેગ લટકાવીને પગથીયા ચડ્યો અને મસ્જિદના મુખ્ય હોલમાં પહોંચ્યો હતો. ચંપલ ઊતારવા માટે નીચે બેસવા જતા જમીન પર પટકાયો હતો.એ પછી લશ્કર એ તોએબાના અન્ય લોકો તેને ઊઠાવીને અન્ય કોઈ જગ્યા પર ખસેડી રહ્યા છે.

શ્વાસ વ્યવસ્થિત રીતે ન ચાલતા સીપીઆર આપવામાં આવે છે. આ પછી પણ તે હોંશમાં આવતો નથી.કારીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 1990થી તે આતંકી હાફિજ સઈદ સાથે જોડાયેલો હતો. એનો ખાસ કમાન્ડર માનવામાં આવતો હતો. વર્ષ 2017 સુધી તે ખૂબ એક્ટિવ આતંકી હતો. એનું કામ લશ્કર એ તોએબા માટે આતંકીઓની ભરતી કરવાનું હતું. 

ફરીવાર ચર્ચા શરૂ
પથી તે અન્ય કાર્યોમાં જોડાયો હતો. દક્ષિણ પંજાબના મુલ્તાન, બહાવલપુર, ડેરા ગાઝી ખાન ભારત દ્વારા ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓના પરિવારજનોને આર્થિક રીતે મદદ કરતો હતો. આ જિલ્લાઓ સાથે સંબંધ ધરાવતા આતંકવાદીની યાદી તૈયાર કરીને એને ટ્રેનિંગ હેતુ મોકલવાનો એનો પ્લાન હતો. આ આતંકીની હત્યા થઈ છે કે, અન્ય કોઈ કારણોસર મૃત્યું થયું છે એ અંગે હાલ કોઈ વિગત સામે આવી નથી. આ શંકાસ્પદ મૃત્યુ બાદ ચર્ચા ફરી તે અનનોન મેનની થઈ રહી છે. આ પહેલા પણ આ રીતે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા કમાન્ડરનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો. આ પછી હવે ફરીવાર આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોત તો શંકાસ્પદ છે પણ ચર્ચા અલગ વિષયની થઈ રહી છે.