Mon Jul 06 2026

Logo

પીઓકેના જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ લોકજુવાળ, રસ્તા પર ઉતર્યા લોકો

pakistan   2026-07-05 21:34:51
Author: Mumbai Samachar Team
Article Image

પીઓકેના જમ્મુ કાશ્મીરના વિવિધ શહેરોમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જેમાં રવિવારે 27 માં દિવસે લોકો રોડ પર ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેમજ સરકારના જુલમ અને અત્યાચારથી મુક્તિની માંગ કરી રહ્યા છે. 

ભારત પાસેથી ખાદ્ય પુરવઠાની માંગ

આ અંગે મળતી માહિતી મુજબ રોડ પર સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો ભારત સાથે ફરી એક થવાની ઇચ્છાનો સંકેત આપી રહ્યા છે અને ભારત પાસેથી ખાદ્ય પુરવઠાની માંગ કરી રહ્યા છે.   તમામ ઉંમરના લોકો પાકિસ્તાન સ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે અને આ પ્રદેશમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા જુલમ અંગે પોતાની ફરિયાદો વ્યક્ત કરી રહ્યા છે.

યુવાનોએ પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો 

જેમાં રવિવારે  પીઓકેના રાવલકોટ અને હથિયા બાલા વિરોધ પ્રદર્શનોથી ગુંજી ઉઠ્યું હતું.  રાવલકોટના પાનીવાલા વિસ્તારમાં હજારો મહિલાઓએ પાકિસ્તાની શાસન વિરુદ્ધ નારા લગાવીને પડકાર ફેંક્યો હતો.જ્યારે હથિયા બાલામાં બેનરો દર્શાવીને હજારો યુવાનોએ પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.  

પીઓકેમાં બાળકો પણ આ રેલીમાં સામેલ થયા

તેમજ પીઓકેમાં બાળકો પણ આ રેલીમાં સામેલ થયા હતા. જેમાં બાળકોએ  રેલી દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા હતા. પાકિસ્તાનને સંકેત આપ્યો કે પીઓકેના લોકો સંપૂર્ણ વિરોધમાં છે. જેમાં  પાલંદરીથી દડિયાલ, મીરપુર, કોટલી અને બાગ સુધી  દરેક જગ્યાએ લોકો પાકિસ્તાનના ગેરકાયદે કબજાને પડકારવા અને તેમની સ્વતંત્રતાની માંગ સાથે  રસ્તાઓ પર ઉતરી રહ્યા છે.