વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ અમૃત પર્વ-2026માં ભાગ લેવા પીએમ મોદી સોમનાથ હેલિપેડ પહોંચી ગયાં છે. અહીં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આજે વડોદરા શહેરમાં તેઓ ભવ્ય રોડ શો યોજવાના છે. વડોદરામાં તેઓ આજે સરદારધાન-3નું લોકાર્પણ કરશે અને બાદમાં જનમેદનીને સંબોધિત પણ કરશે. રોડ શોની વાત કરવામાં આવે તો, ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો યોજનાશે.
છેલ્લા એક મહિનામાં બીજી વખત ગુજરાતમાં આવ્યાં
આ પહેલા પીએમ મોદી 2025માં વડોદરા આવ્યાં હતા. તે પછી એક વર્ષ બાદ પીએમ મોદી વડોદરા આવ્યાં છે. જોકે, ગુજરાતમાં તો છેલ્લા એક મહિનામાં બે વખત ગુજરાતમાં આવ્યાં છે. આજના રોડ શોની વાત કરવામાં આવે તો, રોડ શોને ભવ્ય બનાવવા ભાજપ દ્વારા માર્ગ પર આશરે 15 જેટલા થીમ આધારિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સજાવટ પણ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રોડ શોના રૂટના સ્ટેજ પરથી દેશના અલગ-અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવશે.
07.30 કલાકે યોજાશે પીએમ મોદીનો રોડ શો
રોડ શોની રૂટમાં ઠેર ઠેર પોસ્ટર બેનર્સ, વીજ પોલ પર લાઇટિંગ, LED સ્ક્રીન્સ, થીમ બેઝ લાઇટિંગ લગાવાવમાં આવ્યાં છે. કાર્યક્રમની વાત કરવામાં આવે તો સાંજે 5.30 કલાકે એરપોર્ટ ખાતે આગમન થશે. અહીંથી સાંજે 6 વાગ્યે સરદારધાન ખાતે પહોંચશે. અહીં 7 વાગ્યે સરદારધામનું લોકાપર્ણ કરવામાં આવશે અને સાજે 07.30 કલાકે ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો યોજાશે.
સુરક્ષની વાત કરવામાં આવે તો, વડોદરા શહેર પોલીસના તમામ વિભાગોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 1600થી વધુ જવાનો તૈનાત ખડેપગે રહેવાના છે. 1 જેસીપી, 1 એડી.સીપી, 10 ડીસીપી, 15 એસીપી, 24 પીઆઈ અને 81 પીએસઆઈ સહિતાના અધિકારીઓ દ્વારા આ બંદોબસ્ત પર નજર રાખવામાં આવશે. સુરક્ષા કર્મીઓની વાત કરવામાં આવે તો, ચેતક કમાન્ડોની 2 ટીમ, એસઆરપીએફની 2 કંપની અને 500 હોમગાર્ડના જવાનો સાથે965 એએસઆઈ/એચસી/પીસી અને 317 ટ્રાફિક પોલીસ જવાનો તૈનાત રહેવાના છે.