Fri Jul 24 2026

Logo

સોમનાથમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, જળાભિષેક કરી મહાદેવની પૂજા-અર્ચના કરી

2026-05-11 12:00:00
Author: Vimal Prajapati
Article Image

સોમનાથઃ સોમનાથ ખાસે પીએમ મોદીની આગમન વખતે હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડીયા, સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતં. ત્યાર બાદ તેમણે રોડ શો શરૂ કર્યો હતો. સોમનાથમાં પીએમ નરેન્દ્ર મોદીએ 2 કિલોમીટર લાંબો રોડ શો પૂર્ણ કરીને સોમનાથ મંદિરમાં પહોંચ્યા અને પૂજા વિધિ કરી હતી. આ દરમિયાન સરદાર પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કરતા જોવા મળ્યા હતાં. પીએમ મોદીએ સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો, અને દેવાધિદેવની વિષેશ પૂજામાં ભાગ લીધો હતો. 

સોમનાથ મંદિરમાં પીએમ મોદીએ પવિત્ર જળાભિષેક કર્યો

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવીને પીએમ મોદીએ પવિત્ર જળાભિષેક કર્યો હતો. મંદિરમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીએ દેવાધિદેવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ અમૃતપર્વના આ પાવન અવસરે પીએમ મોદી દ્વારા લોકકલ્યાણની મંગલ કામના સાથે મહાદેવ પ્રાર્થના કરવામાં આવી છે. આ દરમિયાન સમગ્ર મંદિર પરિસર શિવમય અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું. પીએમ મોદીએ ભક્તિભાવ સાથે દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. 

જીપમાં પીએમ મોદી સાથે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જોવા મળ્યાં

રોડ શો દરમિયાન પીએમ મોદી સાથે જીપમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી જોવા મળ્યાં હતાં.  કેસરી અને સફેદ ફૂલોથી શણગારેલ જીપમાં પીએમ મોદી સાથે ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી જોવા મળ્યાં હતાં. સોમનાથ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઉત્તરાખંડથી ભૈરવનાથ ડમરુ મંડળના યુવાનોએ PM મોદીના રોડ શો દરમિયાન રથની આગળ ડમરું નાદ કર્યો હતો. આ સાથે રોડ શોના રૂટમાં અન્ય પણ અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. 

વિશાળ અદ્યતન ત્રણ ડોમ તૈયાર કરવામાં આવ્યાં

કાર્યક્રમની વાત કરવામાં આવે તો, પીએમ મોદી સોમનાથ ખાતે વિશાળ જનમેદનીને સંબોધિત કરવાના છે. જેના માટે  25000થી વધુની બેઠક વ્યવસ્થા સાથેના વિશાળ અદ્યતન ત્રણ ડોમ તૈયાર કરવામાં આવ્યાં હતા. આ ડોમ સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરવામાં આવ્યાં છે. પીએમ મોદીની આગમન પહેલા ગત રાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી.  વધારે વિગતે વાત કરવામાં આવે તો, સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત વિશેષ સ્મારક ડાક ટિકિટ અને રૂ. 75ના સ્મારક સિક્કાનું વિમોચન પણ કરવાના છે.