Wed Jul 29 2026

Logo

વડાપ્રધાન મોદીએ કર્યા ઓમ બિરલાના વખાણ, કહ્યું કડવા શબ્દો પણ પચાવી જાય...

2026-03-07 19:58:00
Author: Viral Rathod
Article Image

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાના વખાણ કર્યા છે. સોમવારે વિપક્ષ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થાય પહેલા જ વડાપ્રધાન મોદીએ એમના વખાણ કર્યા છે. એમની કાર્યશૈલી અને વ્યક્તિત્વ પર ભરોસો વ્યક્ત કર્યો હતો. મોદીએ ઉમેર્યું હતું કે, ઓમ બિરલા ન માત્ર એક શ્રેષ્ઠ સાંસદ છે પણ લોકસભાના ઉત્તમ અધ્યક્ષ સાબિત થયા છે. 

કોટાના એક કાર્યક્રમમાં બોલ્યા મોદી
વડાપ્રધાન મોદી કોટા એરપોર્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા એમણે એવું ઉમેર્યું હતું કે, ઓમ બિરલાનું સમર્પણ સંપૂર્ણ રીતે બંધારણ તરફી છે. સંસદીય પ્રણાલીઓના સંચાલનમાં અતૂટ નિષ્ઠા છે. કોટાના સાંસદ ઓમ બિરલાના પ્રયાસને બિરદાવું છું. સતત આ પ્રોજેક્ટ માટે એમણે પૂરતા પ્રયાસો કર્યા છે. કોટાના લોકોનું જીવન શ્રેષ્ઠ બનાવવા માટે એમના પ્રયત્ન રહ્યા છે. આજે તેઓ કોઈ પક્ષના સભ્ય નથી, તેઓ પક્ષ અને વિપક્ષથી ઉપર છે. જ્યારે હું એમને સદનમાં જોવ છું ત્યારે મને એ વિચાર આવે છે કે, એમના પર શિક્ષા નગરી કોટાનો એક પ્રભાવ છે. 

શ્રેષ્ઠ સંચાલક રહ્યા છે
લોકસભાના સ્પીકર તરીકે તેઓ એક શ્રેષ્ઠ સંચાલક રહ્યા છે. તમામ સભ્યોને સાથે લઈને ચાલવાની એમની વિચારધારા રહી છે. સંસદભવનમાં જેટલા પણ સાંસદ છે એમને તેઓ ખૂબ સારી રીતે સાંભળે છે અને સંભાળે પણ છે. દરેક સાંસદનો આદર કરે છે. સાંસદોને માન આપવાનો એમનો સ્વભાવ રહ્યો છે. સદનમાં ઘણીવાર સાંસદ તોફાન, હંગામો અને બૂમબરાડા સાથે વિરોધ પ્રદર્શન કરતા હોય છે. એવા સમયે ઓમ બિરલા ઘણી સારી રીતે પરિસ્થિતિને સંભાળી લે છે. આવા સાંસદોને પણ તેઓ કોઈ રીતે અપમાનિત કરતા નથી. ક્યારેક કડવા શબ્દો પણ પચાવી જાય છે. પછી નાનકડી સ્માઈલ આપીને સ્થિતિ કંટ્રોલ કરે છે.