નવી દિલ્હીઃ આજે ભારત માટે ખુશીનો દિવસ છે. ભારતભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ અનેક મહત્વપૂર્ણ વાત કરી છે. વસ્તી ગણતરી, કોચિંગ સંસ્થાનો અને મહિલા આરક્ષણ અંગે પીએમ મોદી મહત્વપૂર્ણ વાત કરી છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી લોકોને સંબોધિત કરતા અનેક મુદ્દા પર દેશના લોકોનો આભાર માન્યો છે, તો કેટલીક બાબતો પર મદદ કરવા માટે પણ અપીલ કરી છે. ચાલો વિગતે વાત કરીએ....
લાલ કિલ્લા પરથી યુવાનો માટે કેવી જાહેરાત કરવામાં આવી?
રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ મોદીએ યુવાનોમ માટે ખાસ જાહેરાત કરી છે. કહ્યું કે, ‘હું લાલ કિલ્લા પરથી યુવાનો માટે એક જાહેરાત કરવા માંગુ છું. અમે હવે નક્કી કર્યું છે કે, આગામી એક વર્ષમાં કરોડો યુવાનો માટે એઆઈ સ્કિલની ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી આપણા યુવાનો હવે એઆઈની દુનિયામાં ભારતનું નેતૃત્વ વધારે મજબૂત થશે’. વધુમાં કહ્યું કે, અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે દેશમાં મફત ઓનલાઈને કોચિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે રમત ગમત ક્ષેત્રમાં શહેરો અને ગામડાંના 5 થી 15 વર્ષના બાળકોને સક્ષમ બનાવવા માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે.
खेलों के क्षेत्र में भी एक बड़ा मौका मिल रहा है। खेलों में भारत का प्रदर्शन बेहतर हो रहा है और हम 2036 के ओलंपिक की मेज़बानी करने के लिए एक मज़बूत दावेदार के तौर पर आगे बढ़ रहे हैं। भारत 2030 के कॉमनवेल्थ गेम्स की मेज़बानी भी करने वाला है। ओलंपिक में लगभग 40 खेल और करीब 350… pic.twitter.com/XBfH127zvT
— SansadTV (@sansad_tv) August 15, 2026
શિક્ષણ અંગે 2014 થયેલા કાર્યોનો પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, 2014 પછી દેશમાં 650 નવી યુનિવર્સિટીઓ સ્થપાઈ છે. આ સાથે મેડિકલ સીટોની સંખ્યા બમણી થઈ ગઈ છે. પીએમએ નોંધ્યું હતું કે 2004 થી 2014 દરમિયાન, દેશમાં 350 થી ઓછી યુનિવર્સિટીઓ હતી. આજે, ફક્ત 10-12 વર્ષમાં, લગભગ 650 નવી યુનિવર્સિટીઓ સ્થપાઈ છે, જેનાથી કુલ સંખ્યા 1,000 ની નજીક પહોંચી ગઈ છે. 2014 પહેલા, ફક્ત 400 મેડિકલ કોલેજો હતી. આજે, તે આંકડો વધીને લગભગ 850 થઈ ગયો છે.
#AI के तेज़ी से आगे बढ़ने के साथ, भारत अगले साल 1 करोड़ युवाओं को AI स्किल्स में ट्रेनिंग देने जा रहा है, ताकि वे ग्लोबल AI क्षेत्र में नेतृत्व कर सकें। बायो-इकोनॉमी भी विकास के एक बड़े सेक्टर के तौर पर उभर रही है, जिससे इनोवेशन, एंटरप्रेन्योरशिप और रोज़गार के नए अवसर खुल रहे… pic.twitter.com/q3UflR3OrT
— SansadTV (@sansad_tv) August 15, 2026
મહિલા અનામતના અમલીકરણમાં સહયોગ આપવા અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને મહિલા અનામતના અમલીકરણમાં સહયોગ આપવા વિનંતી કરી છે. મહિલા અનામતનો મુદ્દો લાંબા સમયથી રાજકીય ક્ષેત્રનો ભોગ રહ્યો છે. આ મુદ્દે રાષ્ટ્રને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે, હું તમામ રાજકીય પક્ષોને મહિલા અનામત લાગુ કરીને મહિલાઓનું સન્માન કરવામાં જોડાવા વિનંતી કરું છું; તમે પણ શ્રેય લઈ શકો છો, પરંતુ ખાતરી કરો કે આપણી માતાઓ અને બહેનોને તેમના યોગ્ય અધિકારો મળે’. હવે પીએમ મોદીની આ અપીલને વિપક્ષ કેટલું પ્રાધાન્ય આપે છે તે જોવાનું રહેશે.
#WATCH | दिल्ली: लाल किले की प्राचीर से प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे के साये में खड़े होकर, प्रार्थना कर रहा हूं, उनसे आग्रह करता हूं: आइए, उन महिलाओं का सामर्थ्य के पुजारी बनिए, उन महिलाओं के सम्मान में… pic.twitter.com/mWt9oSiFSW
— ANI_HindiNews (@AHindinews) August 15, 2026
વસ્તી ગણતરી અંગે પીએમ મોદી લોકોને ખાસ અપીલ
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, અત્યારે ભારતમાં વસ્તી ગણતરીનું કામ ચાલી રહ્યું છે. આ વસ્તી ગણતરી માત્ર આંકડા પૂરતી મર્યાદિત નથી. કારણ કે, તેના આધારે નીતિઓ અને યોજનો તૈયાર થતી હોય છે. દેશ આગળ વધવા માટે પોતાની રૂપરેખા તૈયાર કરે છે. તેના માટે વસ્તીની સચોટ માહિતી હોવી અનિવાર્ય છે. ઘણી વખત સરકારી કર્મચારીઓ વસ્તી ગણતરી કરવા માટે આવે છે તો, એ લોકો ઉતાવળમાં હોય છે તેના કારણે અનેક ભૂલો રહી જતી હોય છે. તેના કારણ સચોટ માહિતી મળી શકતી નથી.
मैं आप सबसे एक मदद मांग रहा हूं... इन दिनों देश में जनगणना का काम हो रहा है और सिर्फ आंकड़ों से बात नहीं बनती, उसकी बारीकियों से नीतियां बनती हैं, योजनाएं बनती हैं, देश आगे की रूपरेखा तैयार करता है। इसलिए सटीक जानकारी होना बहुत जरूरी है।
— BJP (@BJP4India) August 15, 2026
मैं देश के नौजवानों से कहता हूं कि आप… pic.twitter.com/9pLzjAYRnF
વસ્તી ગણતરીના કામમાં યુવાનો સક્રિય થવા માટે અપીલ
પીએમ મોદીએ કહ્યું કે, હવે ટેકનોલોજી આવી ગઈ છે. આ વખતે નિર્ણય કર્યો છે તમે જાતે પણ વસ્તી ગણતરીમાં પોતાની માહિતી પોતાના મોબાઈલ ફોનથી ભરી શકો છો. બાદમાં સરકારી કર્મચારી આવશે, તમારી સાથે ચર્ચા કરશે પરંતુ અત્યારે જો તમે તમારા પરિવાર સાથે બેસીને ઓનલાઈન પોતાની માહિતી કોઈ પણ ભૂલ વિના ભરી દો છો તો તે દેશ માટે ખૂબ જ મદદરૂપ થશે. આમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના હોય તેવી રીતે માહિતી ભરવાની છે. તમારી આ જાણકારીના કારણે ભારતને આગળ વધવા માટે ખૂબ જ મોટી મદદ મળી રહેશે. પીએમ મોદીને દેશના દરેક નાગરિકોને આવી રીતે જાતે વસ્તી ગણતરીની માહિતી અપલોડ કરવા માટે અપીલ કરી છે.