Mon Aug 31 2026

Logo

`પાકિસ્તાને ત્રીજી વખત બૅટિંગ કરી હોત તો પણ હારી ગયું હોત' આવું કહીને પરાજિત પાકિસ્તાનની હાંસી ઉડાવાઈ રહી છે

Leeds   2026-08-21 22:21:36
Author: Ajay Motiwala
`પાકિસ્તાને ત્રીજી વખત બૅટિંગ કરી હોત તો પણ હારી ગયું હોત' આવું કહીને પરાજિત પાકિસ્તાનની હાંસી ઉડાવાઈ રહી છે

@englandcricket


લીડ્સઃ સલમાન અલી આગાની કૅપ્ટન્સીમાં પાકિસ્તાન (Pakistan) શુક્રવારે અહીં ઇંગ્લૅન્ડ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ફક્ત ત્રણ દિવસમાં એક દાવ અને 103 રનથી હારી ગયું ત્યાર પછી સોશ્યલ મીડિયામાં પાકિસ્તાની ટીમની ખૂબ હાંસી ઉડાવવામાં આવી હતી જેમાં અબ્રાર નામના એક ક્રિકેટપ્રેમીએ એક જાણીતી વેબસાઇટ પરની કમેન્ટમાં લખ્યું હતું, `પાકિસ્તાને ત્રીજી વખત બૅટિંગ કરી હોત તો પણ હારી ગયું હોત.'

પહેલા દાવમાં પાકિસ્તાન 48.1 ઓવરમાં 171 રનના ટોટલ પર ઑલઆઉટ થઈ ગયું ત્યાર પછી ઇંગ્લૅન્ડે 409 રન બનાવ્યા હતા અને 238 રનની સરસાઈ લીધી હતી. બીજા દાવમાં ઇંગ્લૅન્ડ (England)ના બોલર્સ વધુ ઘાતક બન્યા હતા અને માત્ર 37.3 ઓવરમાં પાકિસ્તાનની ટીમ 135 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગ્સમાં વિકેટકીપર મોહમ્મદ રિઝવાનના 41 રન ટીમમાં હાઇએસ્ટ હતા.

પ્રથમ દાવમાં પેસ બોલર ઑલી રૉબિન્સને પાંચ અને જૉશ ટન્ગે પાંચ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં રૉબિન્સને વધુ ત્રણ વિકેટ મેળવી હતી. ટન્ગ અને જોફ્રા આર્ચરે પણ ત્રણ-ત્રણ વિકેટ મેળવીને પાકિસ્તાની ટીમને એક દાવથી હારવાની ફરજ પાડી હતી. રૉબિન્સનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

જૉ રૂટે ફરી સુકાની બન્યા બાદ કૅપ્ટન્સીની વિજયી શરૂઆત કરી છે. હવે 27મી ઑગસ્ટથી લૉર્ડ્સમાં બીજી ટેસ્ટ રમાશે.