Thu Oct 01 2026

Logo

શેરબજારમાં ફરી તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર વધારો

2026-09-23 10:46:00
Author: Mumbai Samachar Team
શેરબજારમાં ફરી તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર વધારો

મુંબઈ/નવી દિલ્હીઃ ભારતીય શૅર માર્કેટમાં બુધવારે માર્કેટની શરૂઆત તેજી સાથે થઈ હતી. નિફ્ટી અને સેંસેક્સ ગ્રીનમાર્ક સાથે ખુલ્યા હતા. સેંસેક્સ 195.28 પોઈન્ટ વધીને 74724.36 સુધી પહોંચી ગયો હતો. શરૂઆતના એક કલાકના વલણ પર ધ્યાન દેવામાં આવે તો માર્કેટમાં તેજી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી 40.55 પોઈન્ટથી વધીને 23,369.55 સુધી પહોંચી ગયો હતો. સેંસેક્સમાં 0.26% અને નિફ્ટીમાં 0.17%નો વધારો જોવા મળ્યો છે.  એશિયાના માર્કેટની વાત કરીએ તો તેજી સાથે માર્કેટની શરૂઆત થઈ હતી. 

રેકોર્ડબ્રેક લેવલ
સાઉથ કોરિયાની કોસ્પી 1.8%થી ઉપર રહી જ્યારે કોસ્ડેકમાં 0.8%નો વધારો થયો હતો. ઓસ્ટ્રેલિયાના S&P/ASX200 0.3%ની વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે જાપાનની માર્કેટમાં રજા હોવાથી બધુ બંધ રહ્યું હતું. મંગળવારના ટ્રેડિંગ સેશન્સમાં અમેરિકાની માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ રહ્યો હતો. નેસ્ડેક 0.45 ટકાથી વધી 27,244.28 ના રેકોર્ડબ્રેક લેવલ પર બંધ થયો હતો. જ્યારે S&Pમાં સામાન્ય કહી શકાય એવો ઘટાડો નોંધાયો હતો. ક્રૂડ ઓઈલની વાત કરવામાં આવે તો કારબારમાં તે 0.12%થી ઘટીને 99.13 ડૉલર/બેરલ રહ્યું જ્યારે WTI ક્રૂડ 0.35%થી ઘટીને 90.17 ડૉલર/બેરલ રહ્યો હતો. ગ્રીનમાર્કમાં કુલ 2258 અને રેડ માર્ક પર માત્ર 953 શૅર રહ્યા હતા. 30 શેર ગ્રીનમાર્ક સાથે શરૂ થતા ઓવરઓલ 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતના સમયમાં 23 શેર એવા હતા જેમાં સૌધી વધારે તેજી જોવા મળી રહી હતી. 

શું કહે છે માર્કેટ એક્સપર્ટ?
માર્કેટ એક્સપર્ટ એવું કહે છે કે, ભારતીય શેર માર્કેટમાં આવનારા થોડા સમય સુધી તેજી જોવા મળી શકે છે.  બુધવારે પણ શરૂઆત સારી થઈ હતી. કારણ કે બ્રેંટ ક્રૂડની કિંમતમાં ઘટાડો થતા 099 ડૉલર સુધી પહોંચી ગઈ હતી.  જોકે, FIIની વેચાવલી પણ ચિંતાનો વિષય છે અને તે પણ અસર કરે છે. આવનારા દિવસોમાં તહેવાર શરૂ થઈ રહ્યા છે, ભારતમાં તહેવારની સીઝન શરૂ થવાની છે. આના કારણે ડૉમેસ્ટિક માગમાં વધારો થાય એવી પૂરી શક્યતાઓ છે. વિદેશી રોકાણકારોના ભરોસાના કારણે એક તેજી જોવા મળી રહી છે. નાસ્ડેક સ્ટોક એક્સચેન્જે ઓલ ટાઈમ હાઈનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રોકાણકારોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓ, ટેક કંપનીઓના ઊંચા મૂલ્યાંકન અને અમેરિકા-ઈરાન યુદ્ધને અવગણીને બજારને રેકોર્ડ ઊંચાઈએ પહોંચાડી દીધું.