તહેરાન: મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા લાંબા સમયથી ઈરાનની રાજધાની તહેરાન એરપોર્ટ પરથી બંધ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં ઇમામ ખોમેની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શનિવારે સવારે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્ ઉડી હતી. જેને વૈશ્વિક સ્તરે તણાવ ઓછો કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
ફસાયેલા મુસાફરોને રાહત મળી
આ અંગે એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તહેરાનથી પ્રથમ શરૂ થનારી હવાઈ સેવાઓ મસ્કત (ઓમાન), ઇસ્તંબુલ (તુર્કી) અને સાઉદી અરેબિયાના મદીના શહેર માટે શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટ્સ શરૂ થવાથી ફસાયેલા મુસાફરોને રાહત મળી છે.
મશહદ એરપોર્ટને પણ ખોલવામાં આવ્યું
તહેરાન પૂર્વે ઈરાનના બીજા મોટા શહેર મશહદના એરપોર્ટને પણ અઠવાડિયાની શરૂઆતમાં ફરી ખોલવામાં આવ્યું હતું. આ શહેર ધાર્મિક અને વ્યાપારી બંને દ્રષ્ટિકોણથી નોંધપાત્ર મહત્વ ધરાવે છે. દેશના અન્ય ભાગોમાં પણ હવાઈ સેવાઓ ધીમે ધીમે પુનઃસ્થાપિત થઈ રહી છે. જે સંકેત આપે છે કે ઈરાન હવે તેની નાગરિક સેવાઓને સામાન્ય બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે.
આ ઉપરાંત યુદ્ધના માહોલ વચ્ચે ઈરાન દ્વારા હવાઇ સેવા શરૂ કરવી એ દુનિયા માટે રાહતના સમાચાર છે. તેમજ ઈરાનના એરપોર્ટ પરથી હવે કોમર્શિયલ ફ્લાઇટ પણ શરૂ થવાથી પેસેન્જર ફલાઇટ પરનો ખતરો પણ ઓછો થયો
છે.