Fri May 15 2026

Logo

કેન્સરના દર્દીઓ માટે આવ્યા મોટા સમાચારઃ ભારતમાં નવી ઈમ્યુનોથેરાપી દવા લૉંચ

2026-05-15 21:54:08
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ કેન્સરના માટેના ઈલાજ માટે હવે વિદેશની સારવારના ખર્ચા નહીં કરવા પડે. એક સમય હતો જ્યારે કેન્સર એટલે જીવ કેન્સલ એવું માનવામાં આવતું. વિદેશમાં કેન્સરની સારવાર શક્ય થયા બાદ એટલી રાહત થઈ કે, હવે કેન્સરને મટાડી શકાય છે. હવે આ વસ્તુ ભારતમાં પણ શક્ય છે. ભારતમાં એક નવી ઈમ્યુનોથેરાપી દવા લૉંચ કરવામાં આવી છે, જે ફેફસાના કેન્સરના દર્દીઓ માટે ખરા અર્થમાં રાહત સમાન છે. કેન્સર જેવી મહાબીમારીમાં દર્દી અને તેના પરિવાર માટે સચોટ તેમજ અસરકારક ઈલાજ અનિવાર્ય હોય છે.ભારતમાં નવી લૉંચ કરવામાં આવેલી દવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, આ દવા માત્ર 7 મિનિટમાં જ ઈંજેક્શનના રૂપમાં આપી શકાય છે. 

ફેફસાંના કેન્સરના દર્દીઓને રાહત
અગાઉ દવા લાંબા ઈન્ટ્રાવેનસ ઈન્ફ્યુઝનના માધ્યમથી આપવામાં આવતી હતી.નવી ઈમ્યુનોથેરાપી હકીકતમાં નોન સ્મોલ સેલ ફેફસાંના કેન્સરના દર્દીઓ માટે છે. ભારતમાં દર વર્ષે 81,000 નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે. ફેફસાંના કેન્સરના સૌથી વધારે દર્દીઓ હોય છે.કેન્સરના દરેક દર્દીને આ પ્રકારની દવા અપાતી નથી. PD-L1 પ્રોટીન પર આ નવી દવા કામ કરે છે.એટલા માટે માત્ર એ જ દર્દીઓ આનો ફાયદો ઊઠાવી શકે છે જેના કેન્સર સેલ પર PD-L1 પ્રોટીન હાઈ લેવલ પર હોય. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર દર્દીઓમાં અડધાથી વધારે દર્દી આ દવામાં માટે યોગ્ય છે. દર્દીના શરીરમાં ઈમ્યુન સિસ્ટમના T સેલ્સ અસમાન્ય અથવા હાનિકારક કોષને ઓળખીને એને ખતમ કરી નાંખે છે. 

ઈન્ફેક્શન કરતા રોકે છે
પણ કેન્સર સેલ્સ પોતાના પર PD-L1 પ્રોટીન દેખાડે છે, જે T સેલ્સને મુંઝવણમાં મૂકી દે છે. ઈન્ફેક્શનનો હુમલો કરતા રોકે છે. એટેજોલિજુમૈબ આ પ્રોટીન સાથે કોન્કેટ રાખી સમગ્ર પ્રોસેસને બ્લોક કરી દે છે. આનાથી T સેલ્સ પર ફરીથી કેન્સર સેલ્સ ઓળખાવા લાગે છે જે એને પણ ખતમ કરી દે છે. અગાઉ આ દવા IV ઈન્ફ્યુઝનના રૂપમાં આપવામાં આવતી હતી જેમાં દર્દીને કલાકો સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડતું પણ હવે સબક્યુટેનિયન ઈન્જેક્શનની ટેક્નિકમાં આ માત્ર 7 જ મિનિટમાં કામ કરવાનું શરૂ કરી દે છે. નિષ્ણાંતો ત્યાં સુધી કહે છે કે, હવે હોસ્પિટલના પાંચ દર્દીઓ SC ઈન્જેક્શનના માધ્યમથી ઈલાજ કરાવી શકે છે. એક અભ્યાસમાંથી એ વાત સામે આવી છે કે, પાંચમાંથી ચાર દર્દીઓને SCથી ઈન્જેક્શ લે છે અને તેમને એ માફક પણ આવે છે. ભારતમાં નવા તૈયાર થયેલા ઇમ્યુનોથેરાપી ઇન્જેક્શનની કિંમત ખૂબ જ વધારે છે. 

ખર્ચ કેટલો થાય સારવારનો?
ભારતમાં, એક ડોઝની કિંમત આશરે ₹ 3.7 લાખ છે અને દર્દીઓને સામાન્ય રીતે કુલ છ ડોઝની જરૂર પડે છે, જોકે બ્લુ ટ્રી નામની કંપની દ્વારા ઓફર કરવામાં આવતો દર્દી સહાય કાર્યક્રમ દર્દીઓ માટે આ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. આ કાર્યક્રમને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) હેઠળ પણ સમાવવામાં આવ્યો છે. સબક્યુટેનીયસ (SC) ઇન્જેક્શનમાં 1,800 મિલિગ્રામનો બાયો-સમકક્ષ ડોઝ હોય છે, જ્યારે ઇન્ટ્રાવેનસ (IV) સંસ્કરણમાં 1,200 મિલિગ્રામ હોય છે - પરિણામે કિંમતમાં આશરે ₹25,000થી ₹30,000 નો તફાવત હોય છે.