Fri May 15 2026

Logo

રશિયાએ કહ્યું ભારત અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા માટે સક્ષમ

2026-05-15 17:38:56
Author: Chandrakant Kanoja
Article Image

Alexander Zemlianichenko/Pool via REUTERS


નવી દિલ્હી: ભારતના પ્રવાસે આવેલા રશિયાના વિદેશ મંત્રીએ ભારત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મિડલ ઈસ્ટમાં અમેરિકાને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે ભારત આ તણાવમાં લાંબા ગાળાના મધ્યસ્થી માટે સક્ષમ છે. 

ભારતના રાજદ્વારી અનુભવ અને સંતુલિત વિદેશ નીતિની પ્રશંસા

બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક માટે રશિયાના વિદેશ મંત્રી દિલ્હી આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે  હાલમાં  પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતને સરળ બનાવવામાં મદદ કરી રહ્યું છે, જો કે, જો બંને દેશોને લાંબા ગાળે વિશ્વસનીય મધ્યસ્થીની જરૂર પડશે જેની માટે ભારત સક્ષમ છે. તેમણે ભારતના વિશાળ રાજદ્વારી અનુભવ અને સંતુલિત વિદેશ નીતિની પણ પ્રશંસા કરી હતી. 

પાકિસ્તાનની ભૂમિકા અંગે પ્રશ્નો ઉભા થયા 

રશિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન સતત અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, હાલમાં જ  પાકિસ્તાનની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. અમેરિકાના  સેનેટર લિન્ડસે ગ્રેહામે ખુલ્લેઆમ કહ્યું કે તેમને પાકિસ્તાનની મધ્યસ્થી પર વિશ્વાસ નથી. તેમજ ઈરાન પર પાકિસ્તાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખવા માટે તૈયાર નથી. 

નૂર ખાન એરબેઝ પર પાર્ક કરવાની પરવાનગી આપી હતી. 

જ્યારે અમેરિકન મીડિયા અહેવાલ મુજબ યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ઈરાની લશ્કરી વિમાનોને  હુમલાઓથી બચાવવા માટે નૂર ખાન એરબેઝ પર પાર્ક કરવાની પરવાનગી આપી હતી. આ આરોપો બાદ અમેરિકાએ પાકિસ્તાનના ઇરાદા અને તટસ્થતા અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા. તેનાથી વિપરીત, ઈરાનમાં પણ, કેટલાક વર્તુળોએ પાકિસ્તાન પર આરોપ લગાવ્યા અને આરોપ લગાવ્યો કે તે અમેરિકાના  દબાણ હેઠળ કાર્ય કરી રહ્યું છે.