Thu Jul 30 2026

Logo

ઈરાનના અમેરિકન બેઝ પર મિસાઇલ હુમલા બાદ ટ્રમ્પની ઈરાનને ધમકી

Washington dc   2026-07-29 22:45:51
Author: Chandrakant Kanoja
Article Image

Elizabeth Frantz/Reuters


વોશિંગ્ટન: ઈરાનના જોર્ડનમાં એક અમેરિકન લશ્કરી મથક પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. જેના કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે. તેમજ કહ્યું છે કે જો હુમલા બંધ નહિ થાય તો અમેરિકા ઈરાન પર આક્રમક હુમલા કરશે. 

જૉર્ડનમાં થયેલા હુમલાને અચાનક હુમલો ગણાવ્યો

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઇરાને રાત્રે અમેરિકન લશ્કરી મથક પર હુમલો કર્યો છે. જેનો અમેરિકા જડબાતોડ જવાબ આપશે.તેમણે જૉર્ડનમાં થયેલા હુમલાને અચાનક હુમલો ગણાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે સૈનિકો પાસે  તેને રોકવાનો સમય ઓછો હતો. 

અમેરિકા હજુ પણ કટોકટીનો રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે

અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો દરમિયાન ઈરાન સામે અમેરિકાએ  લશ્કરી કાર્યવાહી અટકાવી દીધી હતી. ત્યારબાદ ઈરાનનો આ પ્રથમ સીધો મિસાઈલ હુમલો હતો. ઈરાનને આપવામાં આવેલી કડક ચેતવણી છતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા હજુ પણ કટોકટીનો રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકા ઈરાન સાથે સારી વાટાઘાટો કરી રહ્યું છે પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા હવે કોઈપણ હુમલાનો જોરદાર જવાબ આપશે.