Fri May 15 2026

Logo

ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા આપી, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી

2026-05-15 21:26:39
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ધારના ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા આપી છે. જેની બાદ હિન્દુ પક્ષે આ કેસમાં અપીલની સંભાવનાના પગલે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેમજ માંગ કરી છે કે આ કેસમાં સુનાવણી પૂર્વે તેમનો પક્ષ સાંભળવામાં આવે. 

હિન્દુ પક્ષ માટે એક મોટી જીત 

આ ચુકાદાને હિન્દુ પક્ષ માટે એક મોટી જીત માનવામાં આવે છે. હાઇકોર્ટે ધાર જિલ્લામાં સ્થિત વિવાદિત ભોજશાળા સંકુલને દેવી સરસ્વતીને સમર્પિત મંદિર જાહેર કર્યું છે. તેમજ  કહેવામાં આવ્યું હતું કે તેના વહીવટ અને સંચાલન અંગેના નિર્ણયો કેન્દ્ર સરકાર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ  દ્વારા લેવામાં આવી શકે છે.

હિન્દુ પૂજા અને ધાર્મિક વિધિ સતત કરવામાં આવી રહી છે

સુપ્રીમ કોર્ટે  જૈન સમુદાય અને મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી છે. આ નિર્ણય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પર આધારિત છે.  હાઈકોર્ટે અવલોકન કર્યું કે  આ સ્થળે હિન્દુ પૂજા અને ધાર્મિક વિધિ સતત કરવામાં આવી રહી છે.  ઐતિહાસિક દસ્તાવેજમાં પણ પ્રસ્તાપિત થાય છે આ  વિવાદિત વિસ્તાર  જેને ભોજશાળા તરીકે ઓળખવામાં આવે છે. તે પરમાર વંશના રાજા ભોજ સાથે સંકળાયેલા સંસ્કૃત શિક્ષણના કેન્દ્ર તરીકે માન્યતા પ્રાપ્ત હતી.

સંકુલને દેવી વાગ્દેવીને સમર્પિત મંદિર તરીકે માન્યતા આપી

આ ઉપરાંત ચુકાદામાં  ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રજૂ કરાયેલા અહેવાલનો પણ આધાર લેવામાં આવ્યો છે.  ભોજશાળા કેસમાં કોર્ટના ચુકાદાએ સંકુલને દેવી વાગ્દેવીને સમર્પિત મંદિર તરીકે માન્યતા આપી છે. જેની  બાદ ધારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ  મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી અધિકારીઓ હાઇ એલર્ટ પર છે.

દેવી વાગ્દેવી સરસ્વતીનું મંદિર પણ શામેલ

જેમાં હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે ભોજશાળા અને કમલ મૌલા મસ્જિદનો સમાવેશ થતો વિવાદિત વિસ્તાર 18માર્ચ, 1904 થી 1958  ના કાયદા હેઠળ એક સંરક્ષિત સ્મારક છે. આ વિસ્તારનું ધાર્મિક પાત્ર ભોજશાળાનું છે. જેમાં દેવી વાગ્દેવી સરસ્વતીનું મંદિર પણ શામેલ છે.

ASI મિલકતનો એકંદર વહીવટ ચાલુ રાખશે

આ ઉપરાંત ધાર સ્થિત વિવાદિત મિલકતમાં ભોજશાળા મંદિર અને સંસ્કૃત શિક્ષણના હેતુપૂર્ણ વહીવટ અને સંચાલન અંગે કેન્દ્ર સરકાર અને ASI નિર્ણયો લેશે. આ  ઉપરાંત ASI મિલકતનો એકંદર વહીવટ ચાલુ રાખશે.