Fri May 15 2026

Logo

વડાપ્રધાન મોદીની UAE મુલાકાત દરમિયાન મોટો કરાર! LPG અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત મળશે

Abu Dhabi   2026-05-15 14:47:00
Author: Savan Zalariya
Article Image

અબુધાબી: પશ્ચિમ એશિયામાં ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષને કારણે દુનિયાભરના દેશોમાં ઇંધણની અછત ઉભી થઇ છે. ભારતને પણ સંઘર્ષની માઠી અસર પહોંચી છે. એવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ આરબ અમીરાત(UAE) મુલાકાત દરમિયાન એક મહત્વનો કરાર કરવામાં આવ્યો છે. ભારતે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ના પુરવઠા માટે UAE સાથે વ્યૂહાત્મક કરાર પર હસ્તાક્ષર કર્યા.

નોંધનીય છે કે ભારત LPGનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. સંઘર્ષને કારણે આયાતમાં ઘટાડો થતાં દેશમાં LGPની તંગી ઉભી થઇ છે. દેશમાં LGPનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે UAE સાથેનો આ સોદો મહત્વપૂર્ણ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે કલાક માટે UAEમાં રોકાયા હતાં, આ દરમિયાન આ સોદો કરવામાં આવ્યો હતો.

આ સોદા પણ કરવામાં આવ્યા:
LPG સોદા ઉપરાંત, બંને દેશોએ સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રીઝર્વ અંગે MoU પર પણ હસ્તાક્ષર કર્યા. નોંધનીય છે કે આજે 15 મે શુક્રવારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3 નો વધારો કરવામાં આવ્યો છે, એવામાંમાં આ સોદો રાહતની આશા અપાવે છે.  

ભારત અને યુએઈએ વચ્ચે સ્ટ્રેટેજીક ડિફેન્સ પાર્ટનરશીપ માટેના માળખા પર એક કરાર કરવામાં આવ્યો અને ગુજરાતના વાડીનારમાં જહાજ સમારકામ ક્લસ્ટર સ્થાપવા અંગે પણ એક MoU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા.

મોદી UAEના રાષ્ટ્રપતિને મળ્યા:
વડાપ્રધાન મોદી ઇન્ડિયા-નોર્ડિક સમિટમાં ભાગ લેવા યુરોપ જઈ રહ્યા છે, વડાપ્રધાન મોદી UAEના અબુ ધાબીમાં થોડા સમય માટે રોકાયા હતાં, આ દરમિયાન આ મુખ્ય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન (MBZ) સાથે ટૂંકી બેઠક કરી હતી.