Wed Aug 26 2026

Logo

ચીનની બેદરકારી કે વિશ્વાસઘાત? નેપાળને પૂરનું એલર્ટ 45 મિનિટ મોડું મળ્યું?

Kathmandu   2026-08-26 18:22:18
Author: Mumbai Samachar Team
ચીનની બેદરકારી કે વિશ્વાસઘાત? નેપાળને પૂરનું એલર્ટ 45 મિનિટ મોડું મળ્યું?

તિબેટમાં આવેલી આફત અંગે સમયસર માહિતી ન મળતાં નેપાળના સરહદી વિસ્તારમાં ભારે તારાજી અને સર્જાયું મહાસંકટ

કાઠમંડુઃ નેપાળના પૂરના કારણે અનેક લોકોના અકાળે અનેકના મોત અને મહાસંકટનું નિર્માણ થયું છે. આ પૂરના વાયરલ ફોટો-વીડિયો મળી રહ્યા છે એમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ આફતની તીવ્રતા કેટલી અને તાકાત કેટલી? ઘડીના છઠ્ઠાભાગમાં બધું ફના થઈ જાય છે. ચીન તરફથી સમયસર આફત સંબંધી કોઈ જાણકારીનું એલર્ટ ન મળતા કે ચીને આફત સંબંધી એલર્ટ શૅર નહીં કરતા નેપાળના બોર્ડર વિસ્તારમાં ગંભીર સંકટ ઊભું થયું. નેપાળના સૂત્રોનું એવું કહેવું છે કે તિબેટના કેરુંગ ક્ષેત્રમાં આવેલી આફતની ચેતવણી નેપાળને 45 મિનિટ બાદ આપવામાં આવી હતી. 

એડવાન્સ એલર્ટથી રાહત મળી શકે એમ હતી

આ કારણે રસુવાના ટિમુરે ક્ષેત્રમાં સ્થાનિક લોકોએ જીવ બચાવવા માટે દોડવું પડ્યું હતું. દ્વિપક્ષીય સમન્વયના દાવા વચ્ચે ચીનની મોટી બેદરકારીએ હિમાલયી વિસ્તારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સુરક્ષા પ્રોટોકોલ સામે એક ગંભીર સવાલ ઊભા કરી દીધા છે. હકીકત એવી પણ છે કે, આવી અણધારી આફતને લઈ નેપાળે ચીન પર આરોપનું ઠીકરૂ ફોડ્યું છે. ચીન કરતા નેપાળમાં નુકસાન ખૂબ મોટું અને વધારે થયું છે. ચીનના મીડિયા રિપોર્ટ અનુસાર તિબ્બેતના કેરૂંગના કાઉન્ટીમાં ચીનના ટાઈમિંગ અનુસાર 10.30 વાગ્યા અચાનક પાણીનું સ્તર વધી ગયું હતું. 

નેપાળ અને ચીનના ટાઈમઝોનમાં 2 કલાક 15 મિનિટનું અંતર છે. નેપાળના ટાઈમિંગ અનુસાર બુધવારે સવારે 8.15 વાગ્યે પૂરે તારાજી વેરી દીધી હતી. સમયનું આ અંતર બોર્ડર વિસ્તારના લોકોને બચાવવા માટે પૂરતું હતું. પૂર્વ ચેતવણી જીવન રક્ષક બની શકે એમ હતી. ચીન તરફથી સૂચના શૅર ન કરવા પર નેપાળને આનો કોઈ ફાયદો ન થયો. નેપાળના સૂત્રોએ જણાવ્યા અનુસાર નેપાળમાં જ્યારે આ તારાજી આવી એ સમયે સ્થિતિને કંટ્રોલ કરી શકાય એમ નહોતી. 

નેપાળ-ચીનની હિમાલયી સરહદનો વિસ્તાર અત્યંત પહાડી અને ભૂસ્ખલન તથા અચાનક પૂર માટે સંવેદનશીલ છે. ભોટે કોશી નદી તિબેટમાંથી નીકળીને નેપાળમાં પ્રવેશે છે અને આગળ ત્રિશૂલી નદી સાથે જોડાય છે

ચીનની બેદરકારી પહેલીવાર નથી

નેપાળમાં આ એલર્ટ 45 મિનિટના વિલંબ સાથે આવ્યું હતું. તિબેટમાં સવારે 10.30 તારાજી શરૂ થઈ જ્યારે નેપાળના સમય અનુસાર આ આફત 8.30 વાગ્યે શરૂ થઇ ગઈ હતી. એડવાન્સમાં આ અંગે એલર્ટ મળ્યું હોત તો રાહત તથા બચાવ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવત. રસુવાના જિલ્લા અધિકારી નરેન્દ્ર પરિયારે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ કેરૂંગથી નેપાળ તરફ પાણીનો પ્રચંડ પ્રવાહ જોયો હતો. હકીકતમાં આ ગ્લેશિયર ફાટ્યું એની અસર હતી. પણ આ જાણકારી ચીનમાં પૂરે તારાજી વેરી લીધાના 45 મિનિટ બાદ નેપાળને મળી હતી. 

આ સતત બીજા વર્ષે છે જ્યારે ચીન નેપાળ સાથે આપત્તિ અંગે અગાઉથી માહિતી શેર કરવામાં નિષ્ફળ ગયું છે. ગયા વર્ષે પણ, જ્યારે આ જ નદીમાં અચાનક પૂર આવ્યું ત્યારે ચીની અધિકારીઓએ નેપાળને સમયસર ચેતવણી આપી ન હતી. પાછળથી એવું બહાર આવ્યું કે ગયા વર્ષે તિબેટ ક્ષેત્રમાં હિમનદી તળાવ ફાટવાથી પૂર આવ્યું હતું. જોકે બુધવારના પૂરનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી, પરંતુ તેનું મૂળ બિંદુ કેરુંગ પ્રદેશ છે.