મુંબઈઃ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)નાં એક પછી એક નેતાઓ વિવાદોમાં ફસાઈને રાજીનામું આપી રહ્યા છે. રૂપાલી ચાકણકરના રાજીનામા બાદ વાંધાજનક વીડિયો વાયરલ થવાને કારણે એનસીપીના નેતા અને પ્રધાન નરહરિ ઝીરવાલના રાજીનામાની માંગણીઓ થવા લાગી છે. શું ધનંજય મુંડે, માણિકરાવ કોકાટે અને રૂપાલી ચાકણકર પછી ઝીરવાલ પણ રાજીનામું આપશે? શું એનસીપીમાં ચોથી વિકેટ પડશે? આવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ પૃષ્ઠભૂમિમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે.
નરહરિ જીરવાલે ફોન પર મારો સંપર્ક કર્યો અને ઘટના વિશે માહિતી આપી. જીરવાલે ફોન પર કહ્યું કે,ત્રણ-ચાર વીડિયો ભેગા કરીને ખોટી રીતે વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે. તપાસ હાથ ધરવામાં આવી છે, એમ મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું.
મેં ઝીરવાલને વાયરલ વીડિયો અંગે ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું છે. તે વીડિયોની સત્યતા ચકાસવામાં આવશે. જોકે, તપાસ કરવામાં આવશે તેમ જ ચકાસણી પછી, તેમના પક્ષના નેતા સુનેત્રા પવાર અને હું સાથે મળીને નિર્ણય લઈશું, એમ મુખ્ય પ્રધાને સ્પષ્ટપણે કહ્યું.
એનસીપી નેતા અને પ્રધાન નરહરિ ઝીરવાલનો એક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ટ્રાન્સજેન્ડર પવન યાદવ પ્રધાન જીરવાલ સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ જીરવાલના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે.