Sat May 30 2026

Logo

નવી મુંબઈમાં ડેમમાં ડૂબી જવાને કારણે યુવકનું મૃત્યુ

2026-05-29 17:34:49
Author: Darshana Visaria
Article Image

મુંબઈ: શુક્રવારે મુંબઈ નજીક આવેલા થાણે જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. નવી મુંબઈ ખાતે દીઘા વિસ્તારના ઈથાનપાડા ડેમમાંથી એક રેસ્ક્યુ ઓપેરશન દરમિયાન  એક મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

સંબંધિત અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર થાણે જિલ્લાના દીઘા વિસ્તાર સ્થિત ઈથાનપાડા ડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ડેમમાં ડૂબી જવાને કારણે યુવકનું મૃત્યુ થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 

નવી મુંબઈ રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખના જણાવ્યા અનુસાર, ગુરુવારે નવી મુંબઈના ઐરોલી ફાયર વિભાગ દ્વારા ડેમમાં એક યુવક ડૂબી ગયો હોવાની માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ યુવકને બચાવ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુરુવારે રાતના સમયે અંધારાના લીધે સ્પષ્ટ દેખાતું ન હતું. જેથી ભારે જહેમત બાદ શુક્રવારે અંદાજે બપોરે 3.20 વાગ્યે યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી.