વોશિંગ્ટન : નાસાના માનવ સાથે ચંદ્ર પર જવાના આર્ટેમિસ-2 મુન મિશનને આંચકો લાગ્યો છે. આ અંગે નાસાના વડા જેરેડ આઇઝેકમેને ટેકનિકલ સમસ્યાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે માર્ચ મહિનામા આ મિશન લોન્ચ કરવાની શક્યતા નકારી છે. આઇઝેકમેને X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નાસાની ટીમે વિશાળ SLS રોકેટમાં હિલીયમ પ્રવાહમાં સમસ્યા શોધી કાઢી છે. જે માર્ચમાં લોન્ચિંગને અવરોધિત કરશે તેવી શક્યતા છે.
નાસાની ટીમને વધુ નિરાશા અનુભવાઈ
નાસાના વડા આઇઝેકમેને કહ્યું કે, હું માનું છું કે આ ઘટનાક્રમથી નાસાની ટીમને વધુ નિરાશા અનુભવાય છે. જે મહત્વના પ્રોજેક્ટ માટે તૈયારી કરવા માટે અથાક મહેનત કરી રહી છે. તેમણે નોંધ્યું કે વર્ષ 1960 ના દાયકા દરમિયાન નાસાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે જે હાંસલ કર્યું જે સૌથી અશક્ય માનવામાં આવતું હતું.
ટેકનિકલ સમસ્યાઓની તપાસ કરી રિપેરિંગ કરાશે
આઇઝેકમેને જણાવ્યું હતું કે વિશાળ SLS રોકેટ અને ઓરિઅન અવકાશયાનને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે વાહન એસેમ્બલી બિલ્ડિંગમાં પરત કરવામાં આવશે જેથી ટેકનિકલ સમસ્યાઓની તપાસ કરી શકાય અને જરૂરી રિપેરિંગ કરી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સંપૂર્ણ વિગતો પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આર્ટેમિસ-2 મિશનમાં ત્રણ અમેરિકન અને એક કેનેડિયન અવકાશયાત્ર 10 દિવસ સુધી પૃથ્વીના ઉપગ્રહની પરિક્રમા કરવાના હતા.
6 માર્ચની કામચલાઉ લોન્ચ તારીખ નક્કી કરી હતી
આ અમેરિકનોને માટે ચંદ્રની સપાટી પર ઉત્તરાણ કરવા તરફ એક મોટું પગલું હશે. આ લક્ષ્ય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન જાહેર કર્યું હતું. જેમાં શુક્રવારે નાસાએ 6 માર્ચની કામચલાઉ લોન્ચ તારીખ નક્કી કરી હતી. નાસા ચંદ્ર પર માનવને ફરી મોકલવાની ઈચ્છા ધરાવે છે. જ્યારે ચીન વર્ષ 2030 સુધીમાં તેના પ્રથમ માનવ મિશનનું લક્ષ્ય રાખીને ઝડપથી આગળ વધી રહ્યું છે.