Mon Aug 31 2026

Logo

પીએમ મોદી મુંબઈમાં ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા, સંરક્ષણ સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

2026-02-17 16:21:00
Author: Chandrakant Kanoja
પીએમ મોદી મુંબઈમાં ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા, સંરક્ષણ સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

મુંબઈ : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોન મંગળવારે ભારતની મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ એરપોર્ટ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોને મંગળવારે 2008 ના મુંબઈ આતંકવાદી હુમલા (26/11) માં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને તેમની ભારત મુલાકાતની શરૂઆત કરી હતી.

પીએમ મોદી મુંબઈમાં મેક્રોનને મળ્યા હતા. તેમજ સંરક્ષણ સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા  કરી હતી. 

 

ઇમેન્યુઅલ મેક્રોનની ત્રણ દિવસની મુલાકાત

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ત્રણ દિવસની મુલાકાત 17- 19  ફેબ્રુઆરી સુધી છે.  જેમાં તેવો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંરક્ષણ, દરિયાઈ સહયોગ, ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના, ટેકનોલોજી, એઆઇ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. આ  બંને નેતાઓ સાંજે ભારત-ફ્રાન્સ નવાચાર વર્ષ 2026નું ઉદ્ઘાટન પણ કરશે.

બેઠક બાદ ઘણા મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા

મુંબઈના લોકભવનમાં થયેલી  બેઠક બાદ ઘણા મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા  છે. જેમાં લાંબા સમયથી ચાલતા ભારત-ફ્રાન્સ સંરક્ષણ કરારને 10 વર્ષ સુધી લંબાવવામાં આવી શકે છે. આ બેઠક દરમિયાન ઘણા મુખ્ય સંરક્ષણ સોદાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. જેમાંથી સૌથી મહત્વપૂર્ણ 114 રાફેલ સોદો છે. રાફેલના હેમર મિસાઇલ સોદાને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.