Tue May 26 2026

Logo

કાંતિ અમૃતિયાના ખાસ બન્યા મોરબી મનપાના પ્રથમ મેયર, ચિરાગ રાણપરા ડેપ્યુટી મેયર

2026-05-26 12:20:00
Author: mumbai samachar team
Article Image

મોરબીઃ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે ઉત્તમ મહેશભાઇ સુરાણીની વરણી કરવામાં આવી છે. ઉત્તમ સુરાણી 25 વર્ષના એક યુવા મેયર છે. મોરબીના ઇતિહાસમાં એક નવો અને ગૌરવપૂર્ણ અધ્યાય છે. ઉત્તમ સુરાણીની મેયર તરીકેની આ પસંદગીથી મોરબી અને ગુજરાતના નામે ત્રણ મોટી સિદ્ધીઓ નોંધાઇ છે. જેમાં મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર બનવાનું બહુમાન, ગુજરાતના સૌથી યુવા મેયર બનવાનું ગૌરવ અને ભારતના સૌથી યુવા મેયરોની યાદીમાં સ્થાન મેળવવાનો સમાવેશ થાય છે.

ઉત્તમ સુરાણીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ જોધાપર પટેલ બોર્ડિંગ સાથે જોડાયા હતા અને બી.એસ.સી કેમિસ્ટ્રીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ઉત્તમ સુરાણી બ્લડ ડોનેશન કેમ્પ, પીએમ વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, વિદ્યાર્થી સહાય તેમજ સંગઠનને મજબૂત કરવા જેવી વિવિધ પ્રવૃતિઓમાં સક્રિય યોગદાન આપ્યું છે. નાની ઉંમરે તેમની આ રાષ્ટ્રભાવના અને જનસેવા અન્ય યુવાનો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પુરું પાડે છે. 

તેમની અદ્ભુત કાર્યશૈલી, નેૃતૃત્વ ક્ષમતા અને સમાજ પ્રત્યેની સમર્પિત ભાવનાને ધ્યાને રાખી તેમને મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઇ છે. રાષ્ટ્ર પ્રથમ, સેવા પ્રથમના જીવનસૂત્રને વરેલા ઉત્તમ સુરાણી દ્રઢપણે માને છે કે જનસેવા એ જ સાચું રાષ્ટ્રનિર્માણ છે અને લોકોના વિશ્વાસથી જ નેતૃત્વ મજબૂત બને છે.