Thu Jul 23 2026

Logo

એમએસઇડીસીએલનો આસિસ્ટન્ટ એન્જિનિયર લાંચ લેતાં પકડાયો

2026-07-23 19:34:09
Author: Yogesh D. Patel
Article Image

થાણે: મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. (એમએસઇડીસીએલ)ના આસિસ્ટન્ટ એન્જિનિયરને નવી મુંબઈ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ગુરુવારે પચાસ હજાર રૂપિયાની લાંચ લેતાં પકડી પાડ્યો હતો.
આસિસ્ટન્ટ એન્જિનિયરની ઓળખ રોહિત મોરે (32) તરીકે થઇ હોઇ તે એમએસઇડીસીએલની તળોજા ઓફિસમાં કાર્યરત હતો, એમ એસીબીના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ધર્મરાજ સોન્કેએ જણાવ્યું હતું.

ફરિયાદીના ઇલેક્ટ્રિકલ્સ કંપનીના કામ સંબંધી ફિઝિબિલિટી રિપોર્ટ આપવા માટે રોહિત મોરેએ પચાસ હજાર રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદીને લાંચ આપવી ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. આ અંગે તપાસ કર્યા બાદ એસીબીના અધિકારીઓએ ગુરુવારે એમએસઇડીસીએલની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું અને મોરેને લાંચ સ્વીકારતા રંગેહાથ પકડી પાડ્યો હતો. મોરે વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)