Tue Aug 18 2026

Logo

અમદાવાદમાં પતિએ કાઢી મૂકતાં 17 વર્ષની છોકરીનો નદીમાં કૂદી આપઘાત, મૃત્યુ પહેલાં વીડિયો મૂકી શું કહ્યું ?

2026-08-14 09:07:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદમાં 17 વર્ષની સગીરાએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યાની દુઃખદ ઘટના સામે આવી છે. નારોલમાં રહેતી મૃતક સગીરાના 6 મહિના અગાઉ લગ્ન થયા હતા. આપઘાત પહેલા સગીરાએ પતિને ઉદ્દેશીને વીડિયો બનાવ્યો હતો અને પછી તે વીડિયો તેની બહેનને મોકલી દીધો હતો 

વીડિયો બનાવી મોતને વ્હાલું કર્યું

સગીરાએ રિવરફ્રન્ટ પર જઈને એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે પતિને લખીને કહ્યું કે આત્મા તો પહેલા મરી ગયો હતો આજે હું પણ મરી જઈશ અને આટલું કહીને તેણે નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

મૃતક સગીરાના અંતિમ શબ્દો

મેં અપની મરજી સે મર રહી હું અમ્મી. મુજે મેરી અમ્મીને ભી અચ્છા રખા, મેરે ભાઈઓને ભી અચ્છા રખા, મેરે ફૂફાને ભી અચ્છા રખા. મેરી હર ખુશી આપને પૂરી કરી. યહાં તક ઉન્હોંને મેરી ખુશી મેં, મેરી પસંદ સે શાદી ભી કરવા દી. પર પતા નહીં ઉસને મુજે છોડ દિયા, ડિવોર્સ દે દિયા. પર મેં અબ ઉસકે બિના નહીં રહ સકતી. આજ સાત દિન હો ગયે, મેંને ઉસસે બહુત માફી માંગી, હર કુછ મેંને કિયા. મેંને બોલા, તું મુજે માફ કર દે, તું જો બોલેગા મેં વો કરને તૈયાર હું. ઉસકે પૈરોં મેં ભી ગીર જાઉંગી. પર ઉસકો એક પલ મેરે પર દયા નહીં આઈ. ઉસને યહી બોલા કે,'નહીં, મુજે નહીં અપનાની, તુજે નહીં અપનાની. એસા થોડી હોતા હૈ યાર. મુજે અપની જિંદગી સે તુને બરબાદ કર દિયા. તુ મેરી રૂહ કો તો માર હી ચુકા હૈં, ઓર આજ મેં અપને શરીર કો ભી માર રહી હું. મેં અપની મરજી સે મર રહી હું, અમ્મી અપના ખ્યાલ રખના.

‘તું જેમ કહીશ તેમ રહીશ મને આવવા દે'

સગીરાએ પિયરમાં રહીને પતિ ફરદીને ફોન કરીને આજીજી કરી હતી કે તું જેમ કહે તેમ હું રહેવા તૈયાર છું પણ મને આવવા દે તેમ છતા પણ ફરદીનનું હૃદય પીગળ્યુ નહોતું. આથી ખૂબ લાગી આવતાં તેણે મોતને વ્હાલું કર્યું હતું.

શું હતું આપઘાતનું કારણ?

સગીરાએ પ્રેમલગ્ન કર્યાં હતા અને પ્રેમલગ્ન બાદ પતિ ફરદીન શેખ શારીરિક અને માનસિક રીતે ખૂબ ત્રાસ આપતો હતો. આથી કંટાળીને તેને મોતને વ્હાલું કરવાની ફરજ પડી હતી. પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

આપઘાત માટે મજબૂર કરવા બદલ કાર્યવાહી

આ ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરદીન શેખ વિરુદ્ધ સગીરાને આપઘાત માટે મજબૂર કરવા બદલ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હવે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે, શું સગીરાને લાંબા સમયથી હેરાન કરવામાં આવતી હતી કે કેમ. 

આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી

અમદાવાદ પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીડિત સગીરાના પરિવારના નિવેદનો લેવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ન્યાય મેળવવા માટે પરિવારે પોલીસ તંત્ર પાસે આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી છે.